આ બ્રિજ પર કોઈ નહોતું ત્યારે આ બનાવ બન્યો હતો અને આને પરિણામે કોઈ જાનહાનિ થઈ નહોતી.
Offbeat
ફ્લોટિંગ બ્રિજ
આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં આર. કે. બીચ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવેલો ફ્લોટિંગ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યા બાદ ૨૪ કલાકમાં જ તણાઈ ગયો હતો. આ બ્રિજનું ઉદ્ઘાટન રાજ્યસભાના સંસદસભ્ય વાય. વી. સુબ્બારેડ્ડી અને પ્રધાન ગુદીવદા અમરનાથે ૨૫મી ફેબ્રુઆરીએ કર્યું હતું. પ્લૅટફૉર્મ તૂટીને પાણીમાં ગરકાવ થવા સાથે ફ્લોટિંગ બ્રિજ તૂટી પડ્યો હતો. આ બ્રિજ પર કોઈ નહોતું ત્યારે આ બનાવ બન્યો હતો અને આને પરિણામે કોઈ જાનહાનિ થઈ નહોતી. બ્રિજ તૂટી પડવાનો વિડિયો વાઇરલ થયો હતો. આથી આવા માળખાકીય પ્રોજક્ટના ટકાઉપણા અને સલામતી બાબતે ચિંતા દર્શાવાઈ હતી. જોકે વિશાખાપટ્ટનમ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી અને યુવાજના શ્રમિકા રિથુ કૉન્ગ્રેસ પાર્ટી (વાયએસઆરસીપી)એ જણાવ્યું હતું કે ફ્લોટિંગ બ્રિજનો હિસ્સો અલગ થઈ જવાના અહેવાલો સાચા નથી અને આ કવાયત મૉક ડ્રિલના એક ભાગરૂપે કરવામાં આવી હતી.
ADVERTISEMENT