Virginity for Sale: આ સોદા પછી, ખરીદનારની હાજરીમાં લૌરાને તેની વર્જિનિટીની પુષ્ટિ કરવા માટે તબીબી તપાસ કરાવવી પડી. આખી પ્રક્રિયા અત્યંત ગુપ્તતા સાથે કરવામાં આવી હતી, અને એસ્કોર્ટ એજન્સીએ બન્ને પક્ષોની માહિતીની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી.
વિદ્યાર્થિની લૌરા (તસવીર: મિડ-ડે)
કી હાઇલાઇટ્સ
- યુવતીએ તેની વર્જિનિટી એક હૉલિવુડ સ્ટારને 18 કરોડ રૂપિયામાં વેંચી
- લૌરાનું આ પગલું તેની વ્યક્તિગત પસંદગી અને નાણાકીય સ્થિતિને મજબૂત કરવાનું હતું.
- ખરીદનારની હાજરીમાં લૌરાને તેની વર્જિનિટીની પુષ્ટિ કરવા માટે તબીબી તપાસ કરવી
સોશિયલ મીડિયા પર એક આશ્ચર્યચકિત કરનારી વાત ખૂબ જ મોટી ચર્ચા અને વિવાદનો વિષય બની છે. કારણ કે એક 22 વર્ષની વિદ્યાર્થિનીએ તેની કૌમાર્યપટલ એટલે કે વર્જિનિટીની હરાજી કરી હતી. આ યુવતીએ તેની વર્જિનિટી એક હૉલિવુડ સ્ટારને 18 કરોડ રૂપિયામાં વેંચી હોવાની માહિતી સામે આવી છે.
૨૨ વર્ષની વિદ્યાર્થિની લૌરાએ ઑનલાઈન હરાજી દ્વારા પોતાની વર્જિનિટી ૧૮ કરોડ રૂપિયા એટલે કે લગભગ ૧.૭ મિલિયન પાઉન્ડમાં વેચી હતી. વર્જિનિટી માટેની આ હરાજી એક પ્રખ્યાત એસ્કોર્ટ એજન્સીની વેબસાઇટ પર આયોજિત કરવામાં આવી હતી, જેમાં ઘણી પ્રભાવશાળી હસ્તીઓએ પોતાની બોલી લગાવી હતી. આખરે, સૌથી વધુ બોલી એક હૉલિવુડ સ્ટાર તરફથી લાગી, જેણે લૌરાની વર્જિનિટી રેકોર્ડબ્રેક કિંમતે ખરીદી હતી.
ADVERTISEMENT
લૌરા, જે યુકેના માન્ચેસ્ટરની છે, તે એક ધાર્મિક પરિવારમાંથી આવે છે, પરંતુ તેણે પોતાના નિર્ણય પર કોઈ અફસોસ વ્યક્ત કર્યો નથી. લૌરાએ કહ્યું કે તેણી તેને એક વ્યવહારુ પગલું માને છે જે તેને નાણાકીય સ્વતંત્રતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે. તેમણે કહ્યું, “ઘણી છોકરીઓ પોતાનું કૌમાર્યપટલ ગુમાવે છે અને બદલામાં કંઈ મેળવતી નથી. ઓછામાં ઓછું મેં મારું ભવિષ્ય સુરક્ષિત કરી લીધું છે." લૌરાનું આ પગલું તેની વ્યક્તિગત પસંદગી અને નાણાકીય સ્થિતિને મજબૂત કરવાનું હતું. તે માને છે કે કૌમાર્ય હવે ફક્ત પરંપરાગત મૂલ્ય નથી રહ્યું પણ તેને એક સંપત્તિ તરીકે જોઈ શકાય છે.
ઘણા ધનિક લોકો વર્જિનિટી ખરીદવા માટે બોલી લગાવે છે
લૌરાની માટે આ હરાજીમાં ઘણા અબજોપતિઓ, રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓએ બોલી લગાવી હતી. આ બોલી લગાવનારાઓમાં આ હરાજીમાં ભાગ લેનારા સેલિબ્રિટીઓનો પણ સમાવેશ થતો હતો. જોકે, આખરે આ સોદો એક હૉલિવૂડ સ્ટાર સાથે થયો જે લૌરાની વર્જિનિટી માટે સૌથી વધુ બોલી લગાવનાર વ્યક્તિ હતો. જોકે આ હૉલિવૂડ કોણ છે, તેની ઓળખ હજી સુધી થઈ નથી.
વર્જિનિટીની પુષ્ટિ કરવા માટે તબીબી તપાસ કરાઈ
આ સોદા પછી, ખરીદનારની હાજરીમાં લૌરાને તેની વર્જિનિટીની પુષ્ટિ કરવા માટે તબીબી તપાસ કરાવવી પડી. આખી પ્રક્રિયા અત્યંત ગુપ્તતા સાથે કરવામાં આવી હતી, અને એસ્કોર્ટ એજન્સીએ બન્ને પક્ષોની માહિતીની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી.
પશ્ચિમી સ્ત્રીઓ કૌમાર્યને એક મૂલ્યવાન સંપત્તિ માને છે
લૌરાના આ પગલાથી વર્જિનિટીના વ્યાપારીકરણ અને બદલાતા સામાજિક વલણ અંગે મોટી ચર્ચા શરૂ થઈ છે. જ્યારે વર્જિનિટીને ખાસ કરીને પરંપરાગત અને ધાર્મિક સમાજોમાં શુદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે, ત્યારે પશ્ચિમી સમાજોમાં કેટલીક સ્ત્રીઓ તેને એક મૂલ્યવાન સંપત્તિ તરીકે જુએ છે. લૌરાની વાર્તા આ પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે કે હવે વ્યક્તિગત નિર્ણયો પણ આર્થિક કારણોથી પ્રભાવિત થઈ રહ્યા છે.

