દરિયાઈ જીવના નિષ્ણાતોનું કહેવું છે કે આ પ્રાણી ઊંડા સમુદ્રમાં જ જોવા મળે છે અને એ પણ જવલ્લે જ જોવા મળે.
અજબ ગજબ
અજીબોગરીબ બ્લડવૉર્મ
અમેરિકામાં પ્રાણીસૃષ્ટિથી સમૃદ્ધ દરિયાકિનારાઓની કોઈ ખોટ નથી. જોકે અહીં વ્હેલની સુંદરતા જોવા માટે પ્રખ્યાત દરિયાકિનારે ભેગા થયેલા સહેલાણીઓને કંઈક અજીબ અને શૉકિંગ પ્રાણી જોવા મળ્યું. વ્હેલ જોવા માટે આવેલા સહેલાણીઓને દરિયાકિનારે મોટું, જાડું અને લાલ રંગનું જાયન્ટ ઇયળ જેવું પ્રાણી જોવા મળ્યું હતું. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. દરિયાઈ જીવના નિષ્ણાતોનું કહેવું છે કે આ પ્રાણી ઊંડા સમુદ્રમાં જ જોવા મળે છે અને એ પણ જવલ્લે જ જોવા મળે. આવું રૅર પ્રાણી કિનારે કઈ રીતે આવી ગયું? સોશ્યલ મીડિયા પર કેટલાક લોકોને એ કોઈ પ્રાણી નહીં, પણ કોઈ પ્રાણીનું બહાર નીકળી ગયેલું આંતરડું હોય એવું લાગ્યું હતું.