ત્યાં હાજર રહેલા પ્રવાસીઓને આ ભવ્ય ઘટનાને નિહાળવાની તક મળી હતી
Offbeat
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
નેપાલના માઉન્ટ એવરેસ્ટ પર તાજેતરમાં વાદળાંનું તોફાન જોવા મળ્યું હતું. ત્યાં હાજર રહેલા પ્રવાસીઓને આ ભવ્ય ઘટનાને નિહાળવાની તક મળી હતી. ડૉ. સુબ્રમણ્યમ નારાયણને આ વિડિયો પોસ્ટ કર્યો હતો. વિડિયોમાં વાદળાં પર્વતની ટોચ પરથી આવીને નીચે નદીમાં પડે છે. એના થોડા સમય બાદ એક મેધધનુષ સર્જાય છે. આ ઘટનાને જોઈને પ્રવાસીઓ ખુશ થઈ જાય છે. નેપાલમાં એવરેસ્ટની પ્રર્વતમાળા વચ્ચે આ સુંદર દૃશ્ય જોવા મળે છે. એક યુઝરે લખ્યું કે સામાન્ય રીતે એ ઑગસ્ટથી નવેમ્બર દરમ્યાન બપોરે ૧૨ વાગ્યા પછી આવું થાય છે, જેમાં અચાનક વાદળાં વરસે છે. સિયાચીન ગ્લૅશિયર દ્રાશમાં ફરજ બજાવતા ભારતીય સેનાના જવાનો નિયમિત આ દૃશ્યો જોતા હોય છે. આવાં અદ્ભુત દૃશ્યોને ભૂલી શકાતાં નથી.