સવાલ થોડો વિચિત્ર લાગે, પણ જો આ વિડિયો જોયો હશે તો નહીં લાગે. સોશ્યલ મીડિયા પર એક યુઝરે ક્યાંકનો આ વિડિયો અપલોડ કર્યો છે. બે માણસ બાઇક પર ઊંટને બેસાડીને લઈ જાય છે.
અજબગજબ
બે માણસ બાઇક પર ઊંટને બેસાડીને લઈ જાય
આવો વિચાર કે સવાલ થોડો વિચિત્ર લાગે, પણ જો આ વિડિયો જોયો હશે તો નહીં લાગે. સોશ્યલ મીડિયા પર એક યુઝરે ક્યાંકનો આ વિડિયો અપલોડ કર્યો છે. બે માણસ બાઇક પર ઊંટને બેસાડીને લઈ જાય છે. ઊંટના પગ ગળામાં બાંધેલા દોરડા સાથે બાંધી દીધા છે. ટ્રિપલ સવારીમાં ત્રણમાંથી કોઈને તકલીફ નથી પડતી એ જોઈને નવાઈ લાગે છે. આ વિડિયો બહુ લોકોએ જોયો છે અને જાતજાતના અને ચિત્રવિચિત્ર રિપ્લાય આપ્યા છે.