ઇન્સ્ટાગ્રામ ઉપર શૅર કરવામાં આવેલા વિડિયોમાં બિનપરંપરાગત રીતે પાંઉનો ઉપયોગ લોચા સાથે કરવામાં આવ્યો હોવાનું દર્શાવાયું છે.
Offbeat
સુરતી લોચો
લોચાનું નામ સાંભળ્યું છે? ગુજરાતી વાનગીઓમાં ખાસ કરીને સુરતમાં એનું ચલણ સવિશેષ જોવા મળે છે. લોચો સીંગતેલ અથવા બટર નાખી અને મસાલો ભભરાવી ચટણી સાથે આપવામાં આવે છે. જોકે તાજેતરમાં એક અલગ પ્રકારનો અખતરો કરવામાં આવ્યો અને કોઈએ લોચામાં પાંઉનો ઉમેરો કર્યો. ઇન્સ્ટાગ્રામ ઉપર શૅર કરવામાં આવેલા વિડિયોમાં બિનપરંપરાગત રીતે પાંઉનો ઉપયોગ લોચા સાથે કરવામાં આવ્યો હોવાનું દર્શાવાયું છે. આ અખતરામાં પાંઉની એક બાજુએ મેયોનીઝ તો બીજી બાજુએ ચટણી લગાવવામાં આવી છે. ત્યાર બાદ એક વડા ઉપર એક ચમચો લોચો મૂકવામાં આવ્યો છે. એની ઉપર વધુ સૉસ, ચીઝ અને સેવથી સજાવટ કરવામાં આવી છે.