Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ બાઇક છે કે સુપરકાર?

આ બાઇક છે કે સુપરકાર?

Published : 06 March, 2023 02:07 PM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડિજિટલ કન્ટેન્ટ ક્રીએટર પ્રિયંકા કોચરે રીસન્ટલી ઇન્સ્ટાગ્રામ પર આ વિડિયો પોસ્ટ કર્યો હતો.

પોલારિસ સ્લિંગશૉટ આર બાઇક

Offbeat News

પોલારિસ સ્લિંગશૉટ આર બાઇક


સોશ્યલ મીડિયા પર અત્યારે એક વેહિકલનો વિડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો કન્ફ્યુઝ થઈ ગયા છે. તેમને સવાલ થઈ રહ્યો છે કે આ વેહિકલ સુપરકાર છે કે બાઇક. ડિજિટલ કન્ટેન્ટ ક્રીએટર પ્રિયંકા કોચરે રીસન્ટલી ઇન્સ્ટાગ્રામ પર આ વિડિયો પોસ્ટ કર્યો હતો. પ્રિયંકાએ જણાવ્યું હતું કે રીસન્ટ‍્લી તેણે આ સ્પેશ્યલ વેહિકલમાં સવારી કરી હતી. તેણે એનો અનુભવ યુઝર્સની સાથે શૅર પણ કર્યો હતો. આ વિડિયોમાં આ વેહિકલ સુપરકાર જેવું દેખાય છે. આ વિડિયોની શરૂઆતમાં જોવા મળે છે કે તે પોતાના વેહિકલની આસપાસ ઊભા રહેલા કેટલાક લોકો સાથે વાતચીત કરી રહી છે. તે લોકોને સવાલ કરી રહી છે કે આ સુપરકાર છે કે બાઇક? મોટા ભાગના લોકોએ એને સુપરકાર ગણાવી હતી. જોકે બાદમાં તેમને કહેવામાં આવે છે કે આ કાર નહીં, પણ બાઇક છે. જોકે ત્યારે પણ લોકો એ વાત માનવા તૈયાર નહોતા.


કોચરે લોકોને જણાવ્યું કે વાસ્તવમાં એ પોલારિસ સ્લિંગશૉટ આર બાઇક છે જે થ્રી વ્હીલ પર ચાલે છે. એમાં કોઈ છત, દરવાજા કે વિન્ડો હોતાં નથી. એનું સમગ્ર ઇન્ટીરિયર વૉટરપ્રૂફ હોય છે. એનાં ટાયર ખાસ્સાં પહોળાં હોય છે, જેનાથી સારી ગ્રિપ મળે છે. આ વિડિયોને પોસ્ટ કરવામાં આવ્યા બાદ ૧૦ લાખથી વધુ જોવાયો છે.


Whatsapp-channel Whatsapp-channel

06 March, 2023 02:07 PM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK