સોશ્યલ મીડિયા પર એક ઊંધી વળી ગયેલી અપસાઇડ ડાઉન કાર દોડતી જોઈને લોકો અચંબિત થઈ ગયા છે. નવાઈની વાત એ છે કે કારનાં પૈડાં ઉપરની તરફ છે અને છતનો ભાગ નીચે છે.
અજબગજબ
ઊલટી કાર.
સોશ્યલ મીડિયા પર એક ઊંધી વળી ગયેલી અપસાઇડ ડાઉન કાર દોડતી જોઈને લોકો અચંબિત થઈ ગયા છે. નવાઈની વાત એ છે કે કારનાં પૈડાં ઉપરની તરફ છે અને છતનો ભાગ નીચે છે. એની અંદર ટાયર હોય તો પણ એ બહુ મુશ્કેલીથી જોઈ શકાય એવાં છે. વિડિયોમાં મારુતિની વૅન જેવું બૉક્સ મૉડલ છે. એની પાછળ લખેલું છે ઊલટી કાર. આ કાર કઈ રીતે રસ્તા પર દોડી રહી છે એ ખબર નથી પડતી, કેમ કે સાઇડ વ્યુ હોવાથી અંદર કોણ અને કેવી રીતે બેઠું છે એ પણ જોઈ શકાતું નથી. @artist.bs.yt નામના અકાઉન્ટ પરથી શૅર થયેલા આ વિડિયોમાં ડિસ્ક્લેમર પણ મૂકવામાં આવ્યું છે કે ‘વિડિયોમાં જે કરવામાં આવ્યું છે એ બેહદ ખતરનાક છે અને પ્રોફેશનલ લોકો દ્વારા કરવામાં આવ્યું છે. આવું ઘરે જાતે ટ્રાય કરવું નહીં.’