ઍપલ વિઝન પ્રોની હજી ભારતમાં એન્ટ્રી થઈ નથી, પરંતુ વિશ્વભરમાં એનો પ્રભાવ જોઈ શકાય છે
Offbeat
વાઇરલ વિડિયોની તસવીર
ઍપલનું વિઝન પ્રો પહેરવા દરમ્યાન એક કન્ટેન્ટ ક્રીએટરે લંડનના રસ્તા પર રોબોટિક ડૉગ સાથે સહેલ કરી રહ્યો હોવાનું દર્શાવી દર્શકોને પ્રભાવિત કર્યા હતા.ઍપલનો વિઝન પ્રો હવે વાસ્તવિકતા બન્યો છે અને ઇન્ટરનેટ પર દરેકેદરેક જણનું ધ્યાન ખેંચ્યું છે. બીજી ફેબ્રુઆરીએ એને લૉન્ચ કરવામાં આવ્યો ત્યાર બાદ આ ઇનોવેટિવ હેડસેટ ધરાવનારાઓ વિવિધ રચનાત્મક માર્ગો દ્વારા પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરી રહ્યા છે.
આવા એક વિડિયો દ્વારા કન્ટેન્ટ ક્રીએટર ઝેક એલ્સોપે દર્શકોને પ્રભાવિત કર્યા છે. આ વિડિયોમાં તે લંડનના રસ્તાઓ પર લટાર મારતો દેખાય છે. ઍપલ વિઝન પ્રોની હજી ભારતમાં એન્ટ્રી થઈ નથી, પરંતુ વિશ્વભરમાં એનો પ્રભાવ જોઈ શકાય છે. અમેરિકાની માર્કેટમાં આ ઍડ્વાન્સ હેડસેટની કિંમત ૩૫૦૦ ડૉલર છે જે અંદાજે ત્રણ લાખ રૂપિયા થાય છે. એલ્સોપના ઇન્સ્ટાગ્રામ પર મુકાયેલા વિડિયોએ સનસનાટી મચાવી છે અને એને ૧૦ લાખ વ્યુ મળ્યા છે.