લૅપટૉપની સ્ક્રીનની અંદર કીડી કેવી રીતે ઘૂસી હશે? આદિત્ય નામના યુઝરે વિડિયો અપલોડ કરતાં લખ્યું છે કે આ કીડી મારા લૅપટૉપની સ્ક્રીનની અંદર જતી રહી છે
અજબગજબ
લૅપટૉપની સ્ક્રીનની અંદર દેખાતી કીડી
તમે તમારું લૅપટૉપ ખોલો અને સ્ક્રીનની અંદર કીડી ફરતી જોવા મળે તો? સોશ્યલ મીડિયા પર અત્યારે આવો જ એક વિડિયો ૪ લાખથી વધુ લોકોએ જોઈ નાખ્યો છે અને આ જ સવાલ પૂછ્યો છે કે લૅપટૉપની સ્ક્રીનની અંદર કીડી કેવી રીતે ઘૂસી હશે? આદિત્ય નામના યુઝરે વિડિયો અપલોડ કરતાં લખ્યું છે કે આ કીડી મારા લૅપટૉપની સ્ક્રીનની અંદર જતી રહી છે. એક કીડી રીતસરની સ્ક્રીનની અંદર આમતેમ ફરી રહી છે. જોકે ચાર્જિંગ પોર્ટ કે અન્ય કોઈ જગ્યાએથી કીડી અંદર ઘૂસી ગઈ હોય અને ફરતીફરતી સ્ક્રીન પાછળ પહોંચી ગઈ હોય એવી શક્યતા આદિત્યએ વ્યક્ત કરી છે.