Viral Video: ગ્રાહકે ચેન્નાઈના અશોક નગર મેટ્રો સ્ટેશન સ્થિત `અદ્યાર આનંદ ભવન` આઉટલેટ પરથી ગુલાબજાંબુ ખરીદ્યું હતું, પણ તેમાં કીડો જોવા મળ્યો હતો.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીનશૉટ
સોશિયલ મીડિયા પર ગુલાબ જાંબુને લઈને એક વીડિયો ખૂબ જ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. તમિલનાડુના કોઈમ્બતુરનો એક ફૂડ બ્લોગર જ્યારે ચેન્નાઈની એક દુકાનમાંથી મિઠાઇ ખરીદવા ગયો ત્યારે બોક્સમાં ગુલાબજાંબુ પર કોઈ જંતુ (Worm Crawling in Gulab Jamun) જોવા મળતાં તે ચોંકી ગયો હતો. તેણે તેની આ પોસ્ટ ઇન્સ્ટાગ્રામ મૂકી હતી. તેણે વીડિયો શૅર કર્યો હતો જેમાં ગુલાબજાંબુ પર એક નાનો સફેદ કીડો ફરતો થતો જોઈ શકાય છે.
તેણે આ પોસ્ટ શૅર કરીને કેપ્શનમાં મીઠાઈની દુકાનની ખૂબ જ ટીકા કરી હતી. આ વીડિયો જ્યારથી શૅર કરવામાં આવ્યો છે ત્યારથી ખૂબ જ વ્યૂઝ (Viral Video) મેળવી રહ્યો છે. પ્રાપ્ત અહેવાલ મુજબ એક ફૂડ સ્ટોરના ગુલાબજાંબુ પર એક નાનું સફેદ જંતુ ફરતું (Worm Crawling in Gulab Jamun) જોવા મળ્યું છે. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા વીડિયોમાં એક આ રીતે જંતુ જોવા મળ્યું. ગ્રાહકે જેણે આ વીડિયો શૅર કર્યો છે તેણે ચેન્નાઈના અશોક નગર મેટ્રો સ્ટેશન સ્થિત `અદ્યાર આનંદ ભવન` આઉટલેટ પરથી ગુલાબજાંબુ ખરીદ્યું હતું, પણ ત્યાંથી આવી ઘટના સામે આવતા તે ખૂબ જ નિરાશ થયો હતો.
ADVERTISEMENT
View this post on Instagram
ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટે ઝડપથી લોકપ્રિયતા મેળવી છે. એટલું જ નહીં આ વીડિયો (Viral Video) પર યુઝર્સે કોમેન્ટ બોક્સ પર ઘણી પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે ગ્રાહકના વખાણ કરતા લખ્યું, "હે ભગવાન! તમે રેસ્ટોરન્ટનો અસલી અરીસો બતાવ્યો તે સારું થયું. હવે આપણે આ રેસ્ટોરન્ટમાં જતા પહેલા સો વાર વિચારવું પડશે.” અન્ય એક યુઝરે મજાક કરતા લખ્યું, `ભાઈ, જલ્દી ખાઓ, કીડો પહેલા બધું ખાઈ જશે.` તો અન્ય યુઝરે લખ્યું, `તમારે આ વાયરલ કરવાની શી જરૂર છે? કેટલીકવાર ભૂલો થઈ શકે છે, તમે સ્ટોર પર જઈને તમારી સમસ્યા સમજાવી શકો છો."
"એક વાસ્તવિક સમીક્ષક હોવા બદલ અને રેસ્ટોરન્ટની પેઇડ કિચન ટૂર ન કરવા બદલ આભાર," એક વપરાશકર્તાએ પ્રતિસાદ માંગવાના હેતુથી અદ્યાર આનંદ ભવનને ટેગ કરતી વખતે આવું પણ કહ્યું હતું.
જ્યારથી આ વીડિયો (Viral Video) શૅર થયો છે ત્યારથી તે વાયરલ થઈ રહ્યો છે. મોટાભાગના લોકોએ દુકાનના માલિકને શિક્ષા કરવયનું પણ કહ્યું છે તો કોઈએ તો આ વ્યક્તિને માટે કડક પગલાં લેવાનું પણ સૂચન કર્યું છે.
ઘણા લોકો તો આ વીડિયો (Viral Video) જોયા બાદ તેમના પોતાના અનુભવો યાદ કરી રહ્યા છે. કેટલાકે એવો પણ દાવો કર્યો હતો કે આવી ઘટનાઓ પુનરાવર્તિત થઈ રહી છે, જ્યારે કેટલાકે આ બાબતે તીખી મજાક ઉડાવી હતી. આ પોસ્ટને થોડા દિવસો પહેલા શૅર કરવામાં આવી હતી અને તેને ઘણા વ્યૂઝ મળી રહ્યા છે.