આ ટૅન્કને ૧૯૯૪માં બ્રિટનની આર્મી દ્વારા સેવામાં લેવાની શરૂઆત કરવામાં આવી હતી અને ૨૦૦૪ બાદ એને હટાવી દેવામાં આવી હતી.
Offbeat News
ટાંકી ફુલ કરાવવા પેટ્રોલ પમ્પ પર આવી ટૅન્ક
ઇંગ્લૅન્ડના બ્રોમ્સગ્રોવ શહેરના એક પેટ્રોલ પમ્પ પર ટાંકી ફુલ કરાવવા માટે એક ટૅન્ક આવેલી જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સેબર ટૅન્કને આખી ભરવા માટે એના માલિક પૉલ ડોનોવે ૬૧૦ પાઉન્ડ (અંદાજે ૬૧,૦૦૦ રૂપિયા) આપ્યા હતા. માલિકે આ ટૅન્ક ૧૫,૦૦૦ પાઉન્ડ (અંદાજે ૧૫ લાખ રૂપિયા)માં ખરીદ્યા બાદ એને રિનોવેટ કરાવી હતી. ૬૬ વર્ષના પૉલે એને રસ્તા પર ચલાવી શકાય છે એવું જાણ્યા બાદ ૧૯૯૩માં પહેલી ટૅન્ક ખરીદી હતી. હાલમાં તેમની પાસે આવી ચાર ટૅન્ક છે. આ ટૅન્કને ૧૯૯૪માં બ્રિટનની આર્મી દ્વારા સેવામાં લેવાની શરૂઆત કરવામાં આવી હતી અને ૨૦૦૪ બાદ એને હટાવી દેવામાં આવી હતી. આ ટૅન્કમાં ૫.૯ લિટર ડીઝલ એન્જિન છે. એને ૫૦ માઇલ પ્રતિ કલાકની ઝડપે ચલાવી શકાય છે.