જયપુરની એક સરકારી શાળામાં શિક્ષિકા વિદ્યાર્થીઓને ભણાવવાને બદલે તેમની પાસે મસાજ કરાવડાવે છે. સોશ્યલ મીડિયામાં આ વિડિયો બહુ ચર્ચામાં છે.
અજબગજબ
શિક્ષિકા વિદ્યાર્થીઓને ભણાવવાને બદલે તેમની પાસે મસાજ કરાવડાવે છે
જયપુરની એક સરકારી શાળામાં શિક્ષિકા વિદ્યાર્થીઓને ભણાવવાને બદલે તેમની પાસે મસાજ કરાવડાવે છે. સોશ્યલ મીડિયામાં આ વિડિયો બહુ ચર્ચામાં છે. એક ટીચર ખુરસી પર બેઠાં છે અને બીજાં જમીન પર પાથરેલી શેતરંજી પર ઊંધાં સૂઈ ગયાં છે. બે સગીર બાળકો તેમના પગ પર ચાલીને મસાજ કરી રહ્યાં છે. મજાની વાત એ છે કે આ શાળા કરતારપુરામાં આવેલી છે અને એ વિસ્તાર ભૂતપૂર્વ શિક્ષણ પ્રધાન કાલિચરણ સરાફનો મતવિસ્તાર છે. સરકારી તંત્રે સરકારી જવાબ આપ્યો છે. પ્રિન્સિપાલ અનુ ચૌધરીએ કહ્યું છે કે શિક્ષિકાઓ અને બાળકોને અલગ-અલગ પૂછપરછ કરવામાં આવશે.