Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પેટ્રોલની લાંબી લાઇન જોઈને એજન્ટ ઘોડા પર ડિલિવરી માટે નીકળ્યો

પેટ્રોલની લાંબી લાઇન જોઈને એજન્ટ ઘોડા પર ડિલિવરી માટે નીકળ્યો

Published : 04 January, 2024 10:41 AM | IST | Hyderabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નવા હિટ ઍન્ડ રનના ઍક્ટ સામે ટ્રક-ડ્રાઇવરોના વિરોધ-પ્રદર્શનના પગલે રાતોરાત મુંબઈ અને અન્ય શહેરોમાં લોકોએ પેટ્રોલ પમ્પ પર કતાર માંડી હતી.

વાઇરલ વિડિયો ની તસવીર

Offbeat

વાઇરલ વિડિયો ની તસવીર


નવા હિટ ઍન્ડ રનના ઍક્ટ સામે ટ્રક-ડ્રાઇવરોના વિરોધ-પ્રદર્શનના પગલે રાતોરાત મુંબઈ અને અન્ય શહેરોમાં લોકોએ પેટ્રોલ પમ્પ પર કતાર માંડી હતી. ત્યારે હૈદરાબાદમાં પણ આવાં જ દૃશ્યો સર્જાયાં હતાં. જોકે આ બધા વચ્ચે એક ર​મૂજી દૃશ્ય પણ સપાટી પર તરી આવ્યું હતું જેમાં એક વ્યક્તિ ઘોડા પર સવાર થઈ ઝોમૅટોના લોગોવાળી બૅગ લઈને ફરી રહ્યો હતો. આ વિડિયો ખૂબ જ વાઇરલ થયો હતો જેમાં ઝોમૅટો ​ડિલિવરી એજન્ટ ચંચલગુડા ઇમ્પીરિયલ હોટેલ નજીક ઘોડા પર સવાર હોવાનું દર્શાવાયું છે. રમૂજની વાત એ છે કે તે માત્ર ઘોડો ચલાવતો નથી, પણ લોકોને હાથ પણ બતાવી રહ્યો છે જાણે કોઈ રાજા નગરચર્યા પર નીકળ્યા હોય. દરમિયાન ત્યાંથી પસાર થતા કોઈએ પૂછ્યું કે શું થયું તો તેણે જણાવ્યું કે ‘પેટ્રોલ નહીં મિલા ભાઈ. તીન ઘંટે લાઇન મેં ખડા રહા. ઝોમૅટો સે નિકલ ગયા, પેટ્રોલ નહીં મિલા.’


Whatsapp-channel Whatsapp-channel

04 January, 2024 10:41 AM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK