એક ઇન્સ્ટાગ્રામ યુઝરે સૂચવ્યું કે રિક્ટર જો તેના રાઇટિંગનાં સેશનનું લાઇવ સ્ટ્રીમિંગ કરે તો તે ઘણા રૂપિયા કમાઈ શકે છે. સરસ રાઇટિંગ સ્કિલ્સને કારણે ઘણા કૅલિગ્રાફર્સે તાજેતરનાં વર્ષોમાં મજબૂત સોશ્યલ મીડિયા બનાવ્યું છે.
What`s Up!
વાઇરલ વિડિયો ની તસવીર
માની લો કે કોઈ સારા હૅન્ડરાઇટિંગ ધરાવતી વ્યક્તિ કંઈક લખી રહી હોય તો આપણા માટે એ જોવું ઘણું સંતોષકારક હોઈ શકે છે. હવે આવો જ એક સરસ હૅન્ડરાઇટિંગનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર જબરદસ્ત લાઇક્સ મેળવી રહ્યો છે. મંગળવારે ઇન્સ્ટાગ્રામ પર પ્યુબિટી નામના અકાઉન્ટ પરથી એક વિડિયો શૅર થયો હતો, જેમાં એક મહિલા કૅલિગ્રાફર અલગ-અલગ પૉઇન્ટ-સાઇઝ માર્કર્સનો ઉપયોગ કરીને પોસ્ટર લખતી જોવા મળી હતી. લખાણ પોર્ટુગીઝમાં હતું અને આ મહિલા ગ્રોસરીની દુકાનો માટે પોસ્ટર લખી રહી હોય એવું લાગતું હતું, કેમ કે આ પોસ્ટરમાં સ્પેશ્યલ ઑફર્સ અને ડિસ્કાઉન્ટનો ઉલ્લેખ કર્યો હતો.
પોસ્ટરમાં સુંદર અને સ્પષ્ટ અક્ષરો લખતી વખતે આ મહિલા ભાગ્યે જ થોભી હતી અને દરેક પોસ્ટરમાં તે અલગ-અલગ ડિઝાઇન દ્વારા લખતી હોવાથી આ વિડિયો વ્યુઝર્સમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. માત્ર બે દિવસમાં આ ક્લિપને ૪ લાખથી વધુ લાઇક્સ મળી છે.વિડિયોમાં પોસ્ટર લખનારી મહિલા બ્રાઝિલનું નામ પ્રિસિલા રિક્ટર છે જે ખૂબ સુંદર કૅલિગ્રાફી આર્ટિસ્ટ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના ૭૩,૦૦૦થી વધુ ફૉલોઅર્સ છે. રિક્ટરની સ્કિલની પ્રશંસા કરતાં એક ઇન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું કે હાથ અને આંખનું કો-ઑર્ડિનેશન લેવલ ૯૦૦૦ને પાર છે. આ ઉપરાંત એક વ્યક્તિએ નોંધ્યું કે આ પ્રકારના સિમ્બૉલ બ્રાઝિલ સ્થિત કરિયાણાની દુકાનોમાં સૌથી સામાન્ય બાબત છે, પરંતુ મને ખબર નથી કે લોકો આટલું સરસ કઈ રીતે શીખે છે.
ADVERTISEMENT
એક ઇન્સ્ટાગ્રામ યુઝરે સૂચવ્યું કે રિક્ટર જો તેના રાઇટિંગનાં સેશનનું લાઇવ સ્ટ્રીમિંગ કરે તો તે ઘણા રૂપિયા કમાઈ શકે છે. સરસ રાઇટિંગ સ્કિલ્સને કારણે ઘણા કૅલિગ્રાફર્સે તાજેતરનાં વર્ષોમાં મજબૂત સોશ્યલ મીડિયા બનાવ્યું છે.