બાઇટ માર્ક સાથે એક તારીખ ૧૬.૯.૨૩ અને પેરુ લખેલું જોવા મળે છે
Offbeat
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
લોકો ઘણી વખત પોતાના પ્રેમને સાબિત કરવા ચિત્રવિચિત્ર વસ્તુઓ કરી બેસે છે. હાલ સોશ્યલ મીડિયામાં એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે. એક યુવક તેની ગર્લફ્રેન્ડને પોતાના હાથ પર કરડવા કહે છે. બાદમાં આ નિશાનનું ટૅટૂ બનાવડાવે છે. આ વિડિયોએ અનેક પ્રતિક્રિયા મેળવી છે. આ ક્લિપ સ્કાયટૅટૂસ11 અકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવી છે, જેમાં પ્રથમ યુવક તેની પ્રેમિકાનું બાઇટ માર્ક બનાવડાવે છે. જોકે તેની ગર્લફ્રેન્ડ કૅમેરા સામે જોઈને હસે છે. બાદમાં આ ટૅટૂ આર્ટિસ્ટ એના પર બૉલપેન વડે નિશાન બનાવી એના પર ટૅટૂ બનાવે છે. આ સમગ્ર વિડિયોના અંતે એમાં બાઇટ માર્ક સાથે એક તારીખ ૧૬.૯.૨૩ અને પેરુ લખેલું જોવા મળે છે, જે દેખીતી રીતે તેની ગર્લફ્રેન્ડની કોઈક ખાસ તારીખ અને લાડકું નામ હોઈ શકે. આ ક્લિપને ઘણી પ્રતિક્રિયા મળી ચૂકી છે. કેટલાક લોકો તેને નાસમજી અને મૂર્ખતા ગણાવી રહ્યા છે. એક લખ્યું કે ‘શા માટે અહીં ડિસલાઇક ઑપ્શન નથી?’ બીજાએ લખ્યું, ‘તો ઇન્સ્ટાગ્રામે નક્કી કર્યું છે કે મને ફક્ત છીછરી રીલ્સ જ બતાવશે.’