Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > `ઓછા પૈસે લગ્ન કરવા છે`? સોશિયલ મીડિયા યુઝરના આ યુનિક આઇડિયાથી લોકો થયા ઇમ્પ્રેસ

`ઓછા પૈસે લગ્ન કરવા છે`? સોશિયલ મીડિયા યુઝરના આ યુનિક આઇડિયાથી લોકો થયા ઇમ્પ્રેસ

03 August, 2024 06:41 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Viral Post: યુઝરે જણાવ્યું હતું કે તેનો કઝીન ટૂંક સમયમાં લગ્ન કરવાનો છે. તે છેલ્લા બે વર્ષથી તેના લગ્ન માટે બચત કરી રહ્યો છે, પણ પૂરતા પૈસા જમા થયા નથી.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


લગ્ન એ દરેક વ્યક્તિના જીવનનો એક ખાસ ભાગ છે. ઘણી વખત, લોકો આ ક્ષણ માટે તેમના જીવનમાં જમા કરેલા પૈસા ખર્ચી નાખે છે અને કેટલાક લોકોના લગ્નની ભવ્યતા એવી હોય છે કે તેને જોઈ લોકોને ઈર્ષ્યા થાય છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેમને માત્ર લગ્ન (Viral Reddit Post) કરવામાં જ રસ હોય છે. લગ્નને ઓછા બજેટમાં રાખવા માટે તેઓ અનેક કાવતરા કરેનો આશરો લે છે. આવો જ એક કિસ્સો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે, જ્યારે એક વ્યક્તિએ પોતાના લગ્ન ઓછા બજેટમાં રાખવાની નવી રીત જણાવી હતી.


સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ (Viral Reddit Post) પર જોયઅસફૂડી નામના એક યુઝરે r/weddingshaming નામના ગ્રૂપ પર એક પોસ્ટ પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં તેણે જણાવ્યું હતું કે તેનો કઝીન ટૂંક સમયમાં લગ્ન કરવાનો છે. તે છેલ્લા બે વર્ષથી તેના લગ્ન માટે બચત કરી રહ્યો છે, પરંતુ તેમ છતાં તેની પાસે લગ્ન કરવા માટે પૂરતા પૈસા નથી. તેના કઝીન ભાઈની સ્થિતિનું વધુ વર્ણન કરતાં, તેને લખ્યું કે તે બગીચામાં નાના લગ્ન કરવા ઈચ્છે છે, કારણ કે તેનું બજેટ વધારે નથી. તેણે આ લગ્ન માટે 2 વર્ષ સુધી બચત કરી હતી, તેમ છતાં તેના બધા મિત્રો અને સંબંધીઓને આમંત્રિત કરવા માટે પૂરતી બચત કરી શક્યો નહીં. તેઓ તેમના શહેરથી લગભગ પાંચ કલાક દૂર સ્થિત સ્થળે લગ્ન કરવા જવાના છે.



પોતાના પિતરાઈ ભાઈની લાચારીનો ખુલાસો કરતા વાયરલ પોસ્ટમાં (Viral Reddit Post) લખવામાં આવ્યું છે - મારા કઝીન ભાઈનું લગ્નનું બજેટ ઓછું છે, તેથી તે ફક્ત નજીકના મિત્રો અને પરિવારને જ આમંત્રણ આપવા માગે છે. આ માટે તેને એક નવો આઈડિયા આવ્યો. સામાન્ય રીતે લગ્નના કાર્ડ આમંત્રિતોને મોકલવામાં આવે છે, પણ તેણે ઊલટું કર્યું. તેણે આ લગ્નનું કાર્ડ જેમને લગ્નમાં આમંત્રણ નથી મળ્યું તેમના માટે બનાવ્યું અને તેમાં લખ્યું આ ખાસ દિવસે તમે અમારા દિલમાં છો. કાર્ડ મોકલવાનું એકમાત્ર કારણ એ છે કે તમને જણાવવાનું કે વર અને કન્યાએ પણ તમારા વિશે વિચાર્યું હતું. સંજોગો એવા હતા કે અમે તમને લગ્નનું આમંત્રણ આપી શક્યા નહીં.


Wedding guest setting up for the Wedding & You are not Invited Cards
byu/joyousfoodie inweddingshaming


આટલું જ નહીં, આ કપલે લગ્નમાં આમંત્રિત મહેમાનો (Viral Reddit Post) માટે એક શરત પણ મૂકી હતી. લોકોને આમંત્રણ આપ્યું. તેમને એક ખાસ સંદેશ મોકલવામાં આવ્યો છે કે દરેક વ્યક્તિએ લગ્નના દિવસે કામ કરવું પડશે કારણ કે તેમની પાસે લગ્નની વ્યવસ્થા માટે વ્યાવસાયિકોને રાખવા માટે પૂરતા પૈસા નથી. આ કાર્યક્રમ માટે મહેમાનોએ રાશનની વ્યવસ્થા કરવાની રહેશે અને ટેબલ અને ખુરશીઓની વ્યવસ્થા કરવાની રહેશે. આ અનોખા લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે. આ અંગે લોકો જુદી-જુદી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાકના મતે દરેક વ્યક્તિએ લગ્નમાં બિનજરૂરી ખર્ચ કરવાથી બચવું જોઈએ. કેટલાક લોકો કહે છે કે તેઓ પણ આ રીતે લગ્ન કરશે. તે જ સમયે, કેટલાક યુઝર્સને આ આઇડિયા પસંદ નથી. તેમના કહેવા પ્રમાણે, જ્યારે મહેમાનોને બોલાવવાના જ નહોતા તો પછી કાર્ડ કેમ મોકલ્યું? જો આશીર્વાદ માટે હોત તો આ કામ પાછળથી પણ થઈ શક્યું હોત.

Whatsapp-channel Whatsapp-channel

03 August, 2024 06:41 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK