Viral Prank Video: આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે એક વ્યક્તિ મુંબઈ એરપોર્ટ પર જઈને ત્યાંના સ્ટાફ અને લોકોને વિરાર જવા માટે ફ્લાઇટ ક્યાંથી મળશે? એવો સવાલ પૂછી રહ્યો છે.
આર્યન કટારિયાના વીડિયોનો સ્ક્રીન શૉટ (સૌજન્ય: ઇનસ્ટાગ્રામ)
કી હાઇલાઇટ્સ
- સોશિયલ મીડિયા પર રોજે અનેક વીડિયો વાઇરલ થતાં હોય છે
- વિરાર જવા માટે ફ્લાઇટ ક્યાંથી મળશે, એવો સવાલ એક ઇન્ફલુએન્સરે એરપોર્ટ પર લોકોને પૂછ્યું
- લોકો પણ આ સવાલ સાંભળીને એકદમ અચંબો પામ્યા હતા
સોશિયલ મીડિયા પર દરરોજ હજારો પ્રેન્ક વીડિયો વાઇરલ થતાં હોય છે. અનેક પ્રેન્ક વીડિયો એવા હોય છે કે તે લોકોની સાથે સાથે જેની સાથે પ્રેન્ક થયો છે તેને પણ મજા આવે છે, તો અમુક પ્રેન્કને લીધે મોટો હંગામો પણ થાય છે. તાજેતરમાં એવા જ એક હાસ્યાસ્પદ પ્રેન્કનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચામાં આવ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે એક વ્યક્તિ મુંબઈ એરપોર્ટ પર જઈને ત્યાંના સ્ટાફ અને લોકોને વિરાર જવા માટે ફ્લાઇટ ક્યાંથી મળશે? એવો સવાલ પૂછી રહ્યો છે. આ સવાલ સાંભળીને દરેક લોકો મૂંઝવણમાં મુકાઇ જાય છે. જોકે આ પ્રેન્કને લીધે કોઈને નુકસાન નથી થયું તેથી લોકોને આ વીડિયો ખૂબ જ ગમી રહ્યો છે.
આર્યન કટારિયા નામના ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક પ્રેન્ક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં તે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ પર લોકોને “શું મુંબઈ એરપોર્ટથી વિરાર જવા માટે ફ્લાઈટ છે? એવો સવાલ પૂછતો જોવા મળી રહ્યો છે. આ સવાલ સાંભળીને કોઈપણ મૂંઝવણમાં પડી જશે કારણ કે વિરાર મુંબઈનો જ એક ભાગ અને અને ત્યાં સુધી ટ્રેન કે રોડ વડે પહોંચી શકાય છે, પ્લેન વડે નહીં. આ વીડિયોમાં ઇનસ્ટાગ્રામ ઇન્ફલુએન્સર આર્યન કટારિયા બીજા એક વ્યક્તિને પૂછે છે કે “આ વિરાર જવા માટેની ફ્લાઇટ ક્યારે આવશે?” આવા વિચિત્ર પ્રશ્ન તેણે એરપોર્ટ પર આવેલા અનેક લોકોને પૂછ્યા હતા.
ADVERTISEMENT
View this post on Instagram
વિરાર માટેની ફ્લાઇટનો પ્રશ્ન સાંભળીને અનેક લોકો આશ્ચર્યચકિત થઈને પ્લેન કે ટ્રેન શું પૂછી રહ્યો છે? એવું પણ આ વીડિયોમાં લોકો કહેતા સંભળાઇ રહ્યા છે. જોકે એક એરપોર્ટના સ્ટાફતો વિરાર જવા માટે ફ્લાઇટ સાંભળીને જ હસી પડ્યો હતો. તો એરપોર્ટના એક વ્યક્તિએ તેને કહ્યું કે ગેટ નંબર પાંચ પરથી વિરાર જવા માટે ફ્લાઇટ મળશે અને તું આ રસ્તાથી ત્યાં પહોંચી જઈશ, પરંતુ આ એક ગલતી સે મિસટેકવાળી ભૂલ હતી.
વિરાર જવા માટે ફ્લાઇટનો પ્રશ્ન પુછવામાં આવતા મોટા ભાગના લોકો ભૂલા પડી ગયા હતા, પણ એક વ્યકતીએ તેને કહ્યું કે “વિરાર તો મુંબઈમાં જ છે”. આના જવાબમાં આર્યને કહ્યું કે “વિરાર એરપોર્ટથી ખૂબ જ દૂર છે ને જેથી જલદીથી પહોંચવા હું ફ્લાઇટ શોધી રહ્યો છું.
સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહેલા આ વીડિયોને અત્યાર સુધી 20 લાખ કરતાં પણ વધુ લોકોએ જોયો છે, તેમ જ આગળ જતાં તે મજાક કરી રહ્યો છે એવું પણ આર્યન કટારિયા લોકોને કહે છે. લોકોએ આ પ્રેન્ક વીડિયોને ખૂબ જ પસંદ કર્યો છે, અને પ્લેનમાં ભીડ તો નથી ને તેવી કમેન્ટ પણ કરી રહ્યા છે.