એક અહેવાલ મુજબ તાતા નૅનોએ જંક્શનને ખૂબ ઝડપે પાર કરી રહેલી મહિન્દ્ર થાર એસયુવીને સાઇડમાં ટક્કર મારી હતી
Offbeat News
મહિન્દ્ર થાર
મહિન્દ્ર થારને એની ઑફ રોડિંગ ક્ષમતા અને મજબૂત ડિઝાઇન ધરાવતી એસયુવી તરીકે રજૂ કરવામાં આવે છે, જ્યારે ભારતની સૌથી સસ્તી કાર તાતા નૅનોની કૉમ્પેક્ટ ડિઝાઇન અને દેખાવ માટે ઘણી વાર મજાક ઉડાડાય છે.
ADVERTISEMENT
હાલમાં ઇન્ટરનેટ પર આ બન્ને કારના ઍક્સિડન્ટનો ફરી રહેલો વિડિયો ચર્ચાના ચકડોળે ચડ્યો છે. છત્તીસગઢના દુર્ગમાં મહેન્દ્ર થાર અને તાતા નૅનો વચ્ચે ઍક્સિડન્ટ થયો હતો. છત્તીસગઢના દુર્ગના વિઝ્યુઅલ મુજબ મહિન્દ્ર થાર અને તાતા નૅનો વચ્ચે અકસ્માત થયા બાદ એસયુવી ઊંધી વળી ગઈ હતી. એક અહેવાલ મુજબ તાતા નૅનોએ જંક્શનને ખૂબ ઝડપે પાર કરી રહેલી મહિન્દ્ર થાર એસયુવીને સાઇડમાં ટક્કર મારી હતી. એ ટક્કરને પગલે સર્જાયેલા ગુરુત્વાકર્ષણના અમુક નિયમ મુજબ મહિન્દ્ર થાર પલટી ખાઈ ગઈ હતી. સદ્નસીબે કોઈને ઈજા થઈ નથી. બીજી તરફ નૅનોને આગળની તરફ મોટો ગોબો પડ્યો છે. અહીં એ જાણવું જરૂરી છે કે નૅનોનું એન્જિન પાછળની તરફ હોવાથી આગળની તરફ થયેલા અકસ્માતની ઝાઝી અસર થતી નથી.