Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > Viral Photo: KGમાં એડમિશન બાળકનું પણ સાથે વાલીને પણ ભણાવાશે એ પણ તગડી ફી લઇને!

Viral Photo: KGમાં એડમિશન બાળકનું પણ સાથે વાલીને પણ ભણાવાશે એ પણ તગડી ફી લઇને!

Published : 11 December, 2023 12:01 PM | Modified : 11 December, 2023 12:24 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Viral Photo: જે તસવીર વાયરલ થઈ છે તેમાં શૈક્ષણિક વર્ષ 2024-25 માટે કેજી સ્ટુડન્ટ્સ માટે પેરેન્ટ્સ ઓરિએન્ટેશન ફીની કેટેગરી (School Charges Parents Orientation Fee For KG Students) જોવા મળી છે. આવી કેટેગરી જોઈને લોકો દંગ ગયા છે.

વાયરલ તસવીરમાંથી સ્ક્રીન શૉટ

વાયરલ તસવીરમાંથી સ્ક્રીન શૉટ


ભણતરને લઈ દફતરનો બોજ જેમ બાળકોને ભારી પડે છે એમ હવે તો બાળકોને ભણાવવાનો ખર્ચ પણ પેરેન્ટ્સ માટે બોજ બની ગયો છે. વળી, આજકાલ તો ટેણિયાઓને કેજી વર્ગમાં મૂકવા માટે પેરેન્ટ્સના નાકમાં દમ આવી જાય છે. હવે તો કેજીમાં પ્રવેશ મળી જવો એ જ મોટાં ભાગ્યની વાત છે. 


કેજી ક્લાસમાં બાળકના એડમિશન માટે પણ ઘણી મહેનત કરવી પડતી જોય છે. એક વખત એડમિશન મળી જાય પછી માતા-પિતાની પણ જવાબદારી વધતી હોય છે. તેમાં ખાસ કરીને મોટી રકમ ચૂકવવી પડતી હોય છે એને લઈને પેરેન્ટ્સ હાંફી જતાં હોય છે.



તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ (Viral Photo) થઈ હતી. જેમાં એક સ્કૂલના કેજી ક્લાસ માટે વાલીઓ પાસેથી ઓરિએન્ટેશન ફી (School Charges Parents Orientation Fee For KG Students) વસૂલ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ પોસ્ટે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. 



જે તસવીર વાયરલ (Viral Photo) થઈ છે તેમાં શૈક્ષણિક વર્ષ 2024-25 માટે પેરેન્ટ્સ ઓરિએન્ટેશન ફીની કેટેગરી જોવા મળી છે. આવી કેટેગરી જોઈને લોકો દંગ રહી જાય છે. આ પોસ્ટ વાયરલ થતાની સાથે જ યુઝર્સ પણ આ પોસ્ટ પર અલગ-અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યાં છે અને પોતાની નારાજગી દર્શાવી રહ્યાં છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી તસ્વીર (Viral Photo)માં કેજીના વિદ્યાર્થી માટે ફીની વિગતો આપવામાં આવી છે. એને જુદી જુદી કેટેગરીમાં વિભાજિત કરાઇ છે. સૌપ્રથમ પ્રવેશ ફી 55 હજાર 638 રૂપિયા રાખવામાં આવી છે. તેવી જ રીતે કોવેન મની 30 હજાર 19 રૂપિયા, વાર્ષિક ચાર્જ 28 હજાર 314 રૂપિયા, ડેવલપમેન્ટ ફી રૂપિયા 13 હજાર 948, ટ્યુશન ફી રૂપિયા 23 હજાર 737 અને આખરે પેરેન્ટ્સ ઓરિએન્ટેશન ફી (School Charges Parents Orientation Fee For KG Students) રૂપિયા 8400 રાખવામાં આવી છે. આ પોસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શૅર કરવામાં આવી હતી. 

વાયરલ પોસ્ટ પર લોકોએ શું આપી પ્રતિક્રિયા?

વાયરલ થઈ રહેલી આ પોસ્ટ (Viral Photo) પર યુઝર્સ અલગ-અલગ પ્રકારના રિએક્શન કરી રહ્યાં છે. એક યુઝરે તો લખ્યું હતું કે, `અરે, તે નર્સરી છે કે બી.ટેક.` આ સાથે જ અન્ય યુઝરે લખ્યું હતું કે,  `શું તમે હપ્તાથી ચૂકવણી કરી શકતા નથી?` તો વળી કોઈ એમ્ પણ કહી રહ્યું છે કે, `મારા 10મા ધોરણમાં ફી 500 રૂપિયા પ્રતિ માસ હતી, મને લાગ્યું કે હું કોઈ મોંઘી સ્કૂલમાં ભણી રહ્યો છું.` ચોથા યુઝરે તો પોતાનો બળાપો આ રીતે કાઢ્યો કે `આજના સમયમાં બાળકોએ સરકારી શાળાઓમાં જ ભણવાનું શરૂ કરવું પડશે. ખાનગી શાળાની ફી પરિવારના આખા પગારને જુંટવી લેશે. તો કોઈ આ જ વાતનું સમર્થન આપતા કહે છે કે `સરકારી શાળા શ્રેષ્ઠ છે.`

Whatsapp-channel Whatsapp-channel

11 December, 2023 12:24 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK