માત્ર FD પરના વ્યાજમાંથી જ મંદિર દર વર્ષે ૧૬૦૦ કરોડ રૂપિયા કમાય છે
લાઇફ મસાલા
તિરુપતિ દેવસ્થાનમ
તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટે ૨૦૨૪ના વર્ષમાં ૧૧૬૧ કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ (FD) જમા કરાવી છે, જે ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધી એક વર્ષમાં કરવામાં આવેલી સૌથી વધુ FD છે. તિરુમલા મંદિર ટ્રસ્ટ દેશનું એકમાત્ર મંદિર ટ્રસ્ટ છે જેણે છેલ્લાં ૧૨ વર્ષમાંથી ૯ વર્ષમાં વાર્ષિક ૫૦૦ કરોડથી વધુ FD જમા કરી છે. ૨૦૧૨માં મંદિરની કુલ FD ૪૮૨૦ કરોડ હતી જે ૨૦૨૪માં વધીને ૮૪૬૭ કરોડ રૂપિયા થઈ છે. મંદિર ટ્રસ્ટનું કહેવું છે કે FD સહિતની કુલ જમા રકમ ૧૩,૨૮૭ કરોડ રૂપિયા છે. માત્ર FD પરના વ્યાજમાંથી જ મંદિર દર વર્ષે ૧૬૦૦ કરોડ રૂપિયા કમાય છે. સાથે જ બૅન્કમાં ટ્રસ્ટનું ૧૧,૩૨૯ કિલો સોનું પણ જમા છે.