મધ્ય પ્રદેશના કેટલાક જિલ્લામાં લસણની કિંમતમાં વધારાના સમાચાર છે.
મધ્યપ્રદેશના ખેતરો
ભારતનાં અમુક રાજ્યોમાં અત્યારે લસણના ભાવમાં આગઝરતી તેજી જોવા મળી રહી છે. મધ્ય પ્રદેશના કેટલાક જિલ્લામાં લસણની કિંમતમાં વધારાના સમાચાર છે. ઘણી જગ્યાએ મંડીમાં જ લસણ ચાલીસ હજાર પ્રતિ ક્વિન્ટલે લસણ વેચાવાના સમાચાર મળ્યા છે. લસણના ભાવ વધારે છે તો એના પર ચોરોનીય નજર હોય. આવું જ થયું ઉજ્જૈનના એક ખેડૂત સાથે. ઉજ્જૈન પાલેના કલાલિયામાં રાત્રે એક વાગ્યે કેટલાક લોકો ખેતરમાં આવ્યા ને લસણના આખા પાકની ચોરી કરી ગયા. ખેડૂતનું કહેવું છે કે ચોરો ચારથી પાંચ ગૂણી લસણ ઉખાડી ગયા. ખેડૂત બીજા દિવસે જ લણણી કરીને મંડીમાં વેચવા જવાનો હતો.

