વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર ઝુલ્ફીકરીએ ફોટોની કૅપ્શનમાં લખ્યું છે કે એમ લાગી રહ્યું છે જાણે ત્રણે રમતે ચડ્યાં છે
Offbeat News
આ નીડર દેડકાંઓએ કરી મગરમચ્છની સવારી
ઇન્ડોનેશિયાના બેકાસીમાં આવેલા એક તળાવનો ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં ત્રણ દેડકાંઓ તળાવ પાર કરવા માટે મગરમચ્છની પીઠ પર સવાર થયાં છે. આ ત્રણે વાસ્તવમાં મા-બાપ અને બાળકની જોડ હોય એમ લાગી રહ્યું છે. વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર ઝુલ્ફીકરીએ ફોટોની કૅપ્શનમાં લખ્યું છે કે એમ લાગી રહ્યું છે જાણે ત્રણે રમતે ચડ્યાં છે. આથી આ અદ્ભુત ક્ષણને કૅમેરામાં કંડારી લીધી.