MBA ચાવાળાએ સૌથી પહેલાં ચર્ચા જગાવી હતી. એ પછી ડૉલી ચાયવાલા ઘણો ફેમસ થયો અને અત્યારે દુબઈમાં ઑફિસ શરૂ કરીને ચર્ચામાં છે
અજબગજબ
10th ફેલ ચાયવાલાનું બોર્ડ લગાડ્યું છે
આપણે ત્યાં ચાવાળા ઘણી રીતે ફેમસ થયા છે. MBA ચાવાળાએ સૌથી પહેલાં ચર્ચા જગાવી હતી. એ પછી ડૉલી ચાયવાલા ઘણો ફેમસ થયો અને અત્યારે દુબઈમાં ઑફિસ શરૂ કરીને ચર્ચામાં છે ત્યારે લખનઉમાં બીજા એક ચાવાળાની ગરમાગરમ ચર્ચા ઊકળી રહી છે. આ ચાવાળો તેના નામને કારણે ચર્ચામાં છે. તેણે રેંકડી પર ‘CBSE 10th ફેલ ચાયવાલા’નું બોર્ડ લગાડ્યું છે અને એ માણસ જાણે સ્કૂલડ્રેસ પહેર્યો હોય એ રીતે પૅન્ટ-શર્ટ અને ટાઇ પહેરીને ચા વેચી રહ્યો છે. આ ચાવાળાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે.