Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આઠ રૂપિયામાં શાહી પનીર અને પાંચ રૂપિયાની દાલ મખની ક્યારે મળતાં હતાં?

આઠ રૂપિયામાં શાહી પનીર અને પાંચ રૂપિયાની દાલ મખની ક્યારે મળતાં હતાં?

30 September, 2024 12:53 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોશ્યલ મીડિયા પર ફુલ ડિનરનું બિલ ૨૮ રૂપિયાનું હોય એવી તસવીર ફરી રહી છે. ૧૯૮૫ની સાલના આ બિલમાં આઠ રૂપિયામાં શાહી પનીર, પાંચ રૂપિયામાં દાલ મખની, પાંચ રૂપિયામાં રાયતું અને સાડાછ રૂપિયાની રોટલી છે

૪૦ વર્ષ પહેલાંનું રેસ્ટોરાંનું બિલ

અજબગજબ

૪૦ વર્ષ પહેલાંનું રેસ્ટોરાંનું બિલ


જેમ-જેમ સમય વીતતો જાય છે એમ આપણને જૂની વાતો વધુ સારી લાગવા માંડે છે. ત્રીસ-ચાળીસ વર્ષ પહેલાંની કંકોતરી હોય કે પછી ગાડી, એ નૉસ્ટેલ્જિક ફીલ આપે છે. ચા-કૉફી માટે કોઈ કૅફેમાં બે કલાકમાં પાંચસો-છસો રૂપિયા ખર્ચી નાખનારી જનરેશનને જ્યારે ૪૦ વર્ષ પહેલાંનું કોઈ રેસ્ટોરાંનું બિલ જોવા મળે તો કેવું અચરજ થાય? સોશ્યલ મીડિયા  પર ફુલ ડિનરનું બિલ ૨૮ રૂપિયાનું હોય એવી તસવીર ફરી રહી છે. ૧૯૮૫ની સાલના આ બિલમાં આઠ રૂપિયામાં શાહી પનીર, પાંચ રૂપિયામાં દાલ મખની, પાંચ રૂપિયામાં રાયતું અને સાડાછ રૂપિયાની રોટલી છે. એ જોઈને કોઈકે કમેન્ટ કરી છે, ‘પાર્થ, ચલો રથને પાછો ૧૯૮૫માં ફેરવી લો.’

જોકે ૧૯૮૫ની સાલમાં જુવાની ગુજારી હોય એવા લોકોનું કહેવું છે કે એ વખતનું ૨૮ રૂપિયાનું બિલ હાલનું ૧૨૦૦ રૂપિયાના બિલ જેટલું જ છે, કેમ કે એ વખતે પગાર પણ ૧૭૦૦થી ૨૦૦૦ રૂપિયા જેટલા જ હતા.


Whatsapp-channel Whatsapp-channel

30 September, 2024 12:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK