વિન્સેન્ટે ૮૦ વર્ષ સુધી પોતાનું જીવન ફાયર કંપનીને સમર્પિત કર્યું હતું અને એનું મુખ્ય પદ પણ સંભાળ્યું હતું.
વિન્સેન્ટ ડ્રેન્સફીલ્ડ
અમેરિકાના ન્યુ જર્સીના લિટિલ ફૉલ્સમાં રહેતા વિન્સેન્ટ ડ્રેન્સફીલ્ડ પૃથ્વી પર એવા જૂજ લોકો પૈકીના એક છે જેઓ ૧૧૦ વર્ષની ઉંમરે પણ સક્રિય જીવન જીવી રહ્યા છે. વિન્સેન્ટની આ લાંબી ઉંમરનું રહસ્ય છે દરરોજ ઘણું બધું દૂધ પીવું અને આજીવન એક ફાયર ફાઇટરનો જુસ્સો રાખવો. વિન્સેન્ટે ૮૦ વર્ષ સુધી પોતાનું જીવન ફાયર કંપનીને સમર્પિત કર્યું હતું અને એનું મુખ્ય પદ પણ સંભાળ્યું હતું. દર વર્ષે ‘હૅપી’ બર્થ-ડે ઊજવી રહેલા આ દાદા ખાવાપીવામાં પણ ખાસ પરેજી પાળતા નથી. તેઓ બર્ગર, અમુક ચૉકલેટ્સ અને ક્યારેક તો બીઅર પણ પીએ છે.
આજે યુવાનો કમરદર્દની ફરિયાદ કરતા હોય છે, પણ વિન્સેટભાઈને તો ક્યારેય માથાનો કે પીઠનો દુખાવો નથી થયો. તેઓ ઘરમાં એકલા રહે છે, પોતાના માટે જમવાનું બનાવે છે અને ઘરમાં ત્રણ માળ ચડી પણ જાય છે. ઉંમર સંબંધી બીમારીઓ તેમને હજી સુધી અડી શકી નથી. લાંબા આયુષ્ય માટે તેઓ હકારાત્મક વલણને આવશ્યક માને છે અને કહે છે કે ‘લોકોને જાણવા અને તેમને પ્રેમ આપવો એ મને લાંબો સમય જીવિત રાખે છે. હું બધાં કામ સફળતાપૂર્વક કરી લઉં છું. હું બહુ સારું ડ્રાઇવિંગ કરું છું.’

