દુલ્હન બહાર બેઠી હતી અને દુલ્હેરાજાએ ક્લાસ લીધો હતો.
લગ્નની શેરવાની પહેરીને શિક્ષક દુલ્હેરાજા બાળકોને ભણાવવા સ્કૂલમાં પહોંચી ગયા
ચાહે કંઈ પણ થાય, બાળકોના ભણતરમાં કોઈ ગાબડું ન પડવું જોઈએ એવું માનતા રાજસ્થાનના જોધપુરના એક શિક્ષક પોતાનાં લગ્નના દિવસે પણ ભણાવવા સ્કૂલ પહોંચી ગયા હતા. આ ઘટનાનો વિડિયો વાઇરલ થયો છે, જે જોધપુરના શેરગઢ ગામની એક સરકારી સ્કૂલનો છે. એમાં શેરવાની અને માથે સાફો બાંધેલા શિક્ષક બાળકોને ભણાવી રહ્યા છે. બોર્ડ પર એ શીખ પણ લખી છે કે ભણવું શા માટે ખૂબ જરૂરી હોય છે. આ દુલ્હેરાજા એકલા નહોતા આવ્યા, તેઓ પોતાની નવપરિણીત દુલ્હનને પણ સાથે લઈ આવ્યા હતા. દુલ્હન બહાર બેઠી હતી અને દુલ્હેરાજાએ ક્લાસ લીધો હતો. જોકે ક્લાસ પતાવીને તેમણે અન્ય શિક્ષકો અને બાળકો સાથે સજોડે ફોટો પણ પડાવ્યા હતા.

