Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > એક વરરાજાની ચાર દુલ્હનનો વિડિયો જોઈને લોકો ચોંકી ઊઠ્યા

એક વરરાજાની ચાર દુલ્હનનો વિડિયો જોઈને લોકો ચોંકી ઊઠ્યા

11 December, 2023 11:36 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિડિયો જોઈને લોકો હેરાન થઈ ગયા છે. વિડિયોમાં જોઈ શકાય છે કે કોટ-પૅન્ટમાં વરરાજા આગળ ચાલે છે અને તેની પાછળ તમામ ચાર દુલ્હન સાથે ફેરા લઈ રહી છે.

વાઇરલ વિડિયો ની તસવીર

વાઇરલ વિડિયો ની તસવીર


લગ્ન બે લોકો વચ્ચેનો પવિત્ર સંબંધ હોય છે, જેમાં એ બન્ને જણે પોતાનું આખું જીવન સાથે રહેવાનું હોય છે. લગ્નમાં બે જ વ્યક્તિએ પોતાનાં સુખદુ:ખનાં સાથી બનવાના સપથ લેવાના હોય છે, પણ હાલમાં સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં એક લગ્ન થતાં જોઈ શકાય છે, પણ બાકીનાં લગ્નથી આ લગ્ન ખૂબ અલગ છે. કારણ કે આમાં વરરાજા તો એક જ છે, પણ દુલ્હન ચાર બતાવવામાં આવી છે. વિડિયો જોઈને લોકો હેરાન થઈ ગયા છે. વિડિયોમાં જોઈ શકાય છે કે કોટ-પૅન્ટમાં વરરાજા આગળ ચાલે છે અને તેની પાછળ તમામ ચાર દુલ્હન સાથે ફેરા લઈ રહી છે. વિધિ પ્રમાણે પંડિત, અગ્નિ અને લોકો ફૂલ વરસાવી રહ્યા છે. ફેરા પૂરા થતાં ચારેચાર દુલ્હન વરરાજાને પગે પડે છે. વિડિયો ક્યાંનો છે અને કેટલો સાચો છે એ જાણી શકાયું નથી, પણ એ સોશ્યલ મીડિયા એક્સ પર મુસાફિર વીજે નામના અકાઉન્ટ પરથી શૅર કરવામાં આવ્યો છે. વિડિયો અન્ય સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર ધૂમ મચાવી રહ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

11 December, 2023 11:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK