મોબાઇલ ફોન જીવનમાં એટલો જરૂરી બની ગયો છે કે લોકોને જમતી વખતે વખતે મોબાઇલ જોવાની આદત પડી છે અને ઘણા લોકો તો વૉશરૂમમાં પણ મોબાઇલ લઈ જાય છે. વાઇરલ વિડિયોમાં દેખાય છે કે એક મમ્મી મોબાઇલમાં એટલી બીઝી છે કે તે બાળકને પાર્કમાં ભૂલી જાય છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિડિયોનો સ્ક્રીન ગ્રેબ
મોબાઇલ ફોન જીવનમાં એટલો જરૂરી બની ગયો છે કે લોકોને જમતી વખતે કે જમવાનું બનાવતી વખતે મોબાઇલ જોવાની આદત પડી છે અને ઘણા લોકો તો વૉશરૂમમાં પણ મોબાઇલ લઈ જાય છે. મોબાઇલની ખરાબ અસર પેરન્ટિંગ પર પણ પડી છે. એક વિડિયો વાઇરલ થયો છે જેમાં એક મમ્મી મોબાઇલમાં એટલી બિઝી છે કે પાર્કમાં તે પોતાના બાળકને ભૂલીને ઘરે જતી જોવા મળે છે.
વાઇરલ વિડિયોમાં દેખાય છે કે પાર્કમાંથી બહાર નીકળી રહેલી મહિલાને એક માણસ પાછળથી બૂમો પાડી રહ્યો છે અને કહી રહ્યો છે કે ઓ મૅડમ, તમારું બાળક તમે પાર્કમાં ભૂલીને જઈ રહ્યાં છો. લોકો પણ આ મહિલાનું ધ્યાન દોરે છે ત્યારે એકાએક મહિલા પાછી વળે છે અને અજનબીના હાથમાં રહેલું બાળક પોતાની પાસે લે છે. એ વખતે તે અજનબી પૂછે છે કે આ બાળક તમારું જ છેને?

