માણસ અને જંગલી જાનવર વચ્ચે ભાગ્યે જ દોસ્તી થાય છે. આવો જ એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે
અજબગજબ
સૂતેલી વ્યક્તિનું નામ ડૉલ્ફ સી. વૉકર છે. તે ચિત્તાનો દોસ્ત અને તાલીમકાર છે.
માણસ અને જંગલી જાનવર વચ્ચે ભાગ્યે જ દોસ્તી થાય છે. આવો જ એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. @gurjarpm578 નામના ટ્વિટર-અકાઉન્ટ પરથી શૅર કરવામાં આવેલા આ વિડિયોમાં એક માણસ ચારે બાજુથી ખુલ્લી ઝૂંપડીમાં કંબલ ઓઢીને સૂતો છે અને એની બાજુમાં ત્રણ-ચાર ચિત્તા આવીને સૂઈ જાય છે. થોડી વારમાં નજીક સૂતેલો એક ચિત્તો ઊઠે છે એટલે સૂતેલો માણસ જાગીને એને પોતાની નજીક લઈ લે છે અને ગોદડી પર જગ્યા કરીને પોતાના હાથનો તકિયો બનાવીને ચિત્તાને હાથ પર સુવડાવી દે છે. આ વિડિયોએ લોકોમાં જબરી ઉત્સુકતા જગાવી છે. કૅપ્શનમાં લખ્યું છે, ‘કોઈ ગામમાં વૃદ્ધ વ્યક્તિ પાસે આ જંગલી જાનવરનો પરિવાર આવીને સૂઈ જતો હતો. વન્ય જીવ વિભાગને આ વાતની ખબર પડી એટલે તેમણે CCTV લગાવી દેતાં આ સરસ નઝારો જોવા મળ્યો.’
જોકે હકીકત કંઈક જુદી જ છે. આ વિડિયો ત્રણેક વર્ષ જૂનો છે. ડેઇલી પોઝ વેબસાઇટના દાવા મુજબ આ વિડિયો સાઉથ આફ્રિકાનો છે અને સૂતેલી વ્યક્તિનું નામ ડૉલ્ફ સી. વૉકર છે. તે ચિત્તાનો દોસ્ત અને તાલીમકાર છે. ડોલ્ફ એક પ્રાણીશાસ્ત્રી છે અને તે બ્રીડિંગ સેન્ટરમાં ચિત્તા સાથે પ્રયોગ કરે છે.