સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એક શખ્સ ચાલુ ટ્રેનમાં પાણીપુરી વેચતો દેખાય છે, નવાઈની વાત એ છે કે ટ્રેનમાં મુસાફરી કરતા લોકો પાણીપુરીનો સ્વાદ માણી રહ્યાં છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
પાણીપુરી (Panipuri) એટલે કે ગોલગપ્પા (Golgappa) એક એવું સ્ટ્રીટ ફૂડ છે, જેનું નામ સાંભળતા જ મોટાભાગના લોકોના મોંમાં પાણી આવી જાય છે. તમે દેશભરમાં જ્યાં પણ જશો, તમને દરેક જગ્યાએ પાણીપુરીના ચાહકો જોવા મળશે. પાણીપુરી ભારત (India)ના દરેક શહેરમાં જુદા-જુદા નામે ઓળખાય છે. આ પાણીપુરીએ હમણાં બહુ ઉત્સુકતા જગાવી છે. ચાલુ ટ્રેનમાં પાણીપુરીનો ઠેલો નાખેલા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થયો છે.
પાણીપુરી દરેક ઉંમરના લોકો તેમના સ્વાદ અનુસાર ખૂબ જ શોખથી ખાવાનું પસંદ કરે છે. હાલમાં જ પાણીપુરી સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ ચાલતી લોકલ ટ્રેન (Local Train)માં મુસાફરોને તેમની મનગમતી પાણીપુરી ખવડાવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોઈને યુર્ઝસ અચંબિત થઈ ગયા છે.
ADVERTISEMENT
અહીં જુઓ વાયરલ વીડિયો :
When you put your business mind on the right track pic.twitter.com/Wg3sQmEgpQ
— Sagar (@sagarcasm) June 21, 2023
આ વીડિયોને શૅર કરવાની સાથે કૅપ્શનામં લખ્યું છે કે, ‘જ્યારે તમે તમારા વિઝનેસ માઇન્ડને યોગ્ય દિશામાં લઈ જાઓ છો.’
આ વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ ચાલતી ટ્રેનમાં પાણીપુરી એટલે કે ગોલગપ્પાન ખવડાવતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તમામ મુસાફરો તે વ્યક્તિને ઘેરીને તેની આસપાસ ઉભા છે અને પાણીપુરીનો આનંદ ઉઠાવી રહ્યાં છે.
વીડિયોમાં ખાસ બાબત એ છે કે ટ્રેન ખૂબ જ ઝડપી ગતિએ પાટા પર દોડી રહી છે. આ દરમિયાન, તે પાણીપુરી વેચતો વ્યક્તિ બિન્દાસ લોકોને તેમની મનપસંદ પાણીપુરી ખવડાવી રહ્યો છે. આ વીડિયો છે માત્ર ૧૪ સેકેન્ડનો જ પરંતુ તેને અત્યાર સુધીમાં લાખો વ્યુઝ મળ્યાં છે.
આ વીડિયો કલકત્તા (Kolkata)નો હોય તેવું લાગી રહ્યું છે.
લોકલ ટ્રેનમાં પાણીપુરી વેચતા આ ભાઈનો વીડિયો જ્યારથી વાયરલ થયો છે ત્યારથી લોકો તેના પર જાતભાતની કમેન્ટ્સ કરી રહ્યાં છે. આ વીડિયોને લોકોના મિશ્ર પ્રતિભાવ મળ્યાં છે. કેટલાક લોકોને આ વીડિયો પસંદ પડ્યો છે તો કેટલાક તેને વખોડી પણ રહ્યાં છે.
એક યુઝરે લખ્યું છે કે, ‘મુંબઈ લોકલમાં આ કરીને દેખાડો. શક્ય જ નથી.’
Ye business koi Mumbai Local mein Kar ke Dikhaye.
— alpha (@ItsAlphaMale) June 21, 2023
Not possible. https://t.co/dRJhDLLhhB
બીજા યુઝરે લખ્યું છે કે, ‘આમાં ખોટું શું છે?’
Isme galat kya hai??? ?
— AkR33t (@SimplyIVAR) June 21, 2023
લોકપ્રિય પાણીપુરી જુદા-જુદા પ્રદેશમાં જુદા-જુદા નામે ઓળખાય છે. મહારાષ્ટ્રમાં તે પાણીપુરી તરીકે ઓળખાય છે. હરિયાણામાં તે પાણી પતાશી તરીકે ઓળખાય છે. મધ્ય પ્રદેશમાં ફુલકી, ઉત્તર પ્રદેશમાં પાની કે બતાશે, આસામમાં ફુસ્કા/પુસ્કા, ગુજરાતમાં પકોડી, ઓડિશા અને આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઝારખંડ તેમજ છત્તીસગઢમાં ગુપ-ચુપ, બંગાળ અને બિહારમાં ફુચકા નામથી લોકપ્રિય છે.