ટ્વિટર પર શૅર કરવામાં આવેલો વિડિયો ટોક્યોના હિટાચી સીસાઇડ પાર્કનો છે
Offbeat News
નેમોફિલા ( બેબી બ્લુ આઇઝ )ના ફૂલ
જપાનમાં ટોક્યોની નજીક એક સ્થળે વસંત ઋતુ ખીલી હોય એવાં મનોરમ્ય દૃશ્યો સર્જાયાં હતાં. વાદળી ફૂલોની સુંદર ખીણનાં દૃશ્યોના વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા છે, જેણે નેટિઝન્સનું મન મોહી લીધું છે.
ટ્વિટર-યુઝર્સે આ છોડને નેમોફિલા કે બેબી બ્લુ આઇઝ તરીકે ઓળખાવ્યો હતો. ટ્વિટર પર શૅર કરવામાં આવેલો વિડિયો ટોક્યોના હિટાચી સીસાઇડ પાર્કનો છે. આ ગાર્ડનમાં ફૂલોનો વિશાળ બગીચો છે, જેનાં ફૂલ ઋતુઓ સાથે બદલાય છે.
ADVERTISEMENT
શિયાળામાં ગુલાબ અને ટ્યુલિપ, પોપીઝનાં ફૂલો થાય છે. આ ઉદ્યાનમાં સમુદ્રની સપાટીથી ૧૦૦ ફુટ ઉપર એક ફેરીઝ વ્હીલ પણ છે.
આઇએએસ ઑફિસર હરિ ચાંદણાએ ટ્વિટર પર આ વિડિયો શૅર કર્યો છે. વિડિયોમાં ઘણા મુલાકાતીઓ વાદળી ફૂલો વચ્ચેથી પસાર થતા જોઈ શકાય છે.
આ વિડિયો શૅર કરાયો ત્યારથી અત્યાર સુધી એને ૭૧,૦૦૦થી વધુ વ્યુઝ અને ૮૦૦થી વધુ લાઇક્સ મળ્યાં છે.