અમદાવાદના સિટી વિસ્તારમાં ઠેર-ઠેર વિખેરાયેલા પડેલા માંજાના કચરાને એકઠો કરવામાં આવ્યો હતો.
અજબગજબ
૧૦૦૮ કિલો માંજાની હોળી
ગુજરાતમાં ઉત્તરાયણની ખરી મજા તો અમદાવાદમાં જ આવે છે. જોકે દરેક ઉત્સવ પછી એને કારણે પેદા થતો કચરો એક મહામુશ્કેલી બની જાય છે. ગઈ કાલે અમદાવાદના સિટી વિસ્તારમાં ઠેર-ઠેર વિખેરાયેલા પડેલા માંજાના કચરાને એકઠો કરવામાં આવ્યો હતો. લગભગ ૧૦૦૮ કિલો વપરાયેલો માંજો એકઠો કરીને એની હોળી પ્રગટાવવામાં આવી હતી.