ઉત્તર પ્રદેશના સંતકબીર જિલ્લાના કટાર જોત ગામમાં રહેતા બબલુએ પચીસમી માર્ચે તેની પત્ની રાધિકાનાં લગ્ન ગામમાં જ રહેતા વિકાસ નામના તેના પ્રેમી સાથે કરાવી આપ્યાં હતાં અને બે સંતાનો પોતાની પાસે જ રાખ્યાં હતાં.
બબલુ, રાધિકા અને વિકાસ
ઉત્તર પ્રદેશના સંતકબીર જિલ્લાના કટાર જોત ગામમાં રહેતા બબલુએ પચીસમી માર્ચે તેની પત્ની રાધિકાનાં લગ્ન ગામમાં જ રહેતા વિકાસ નામના તેના પ્રેમી સાથે કરાવી આપ્યાં હતાં અને બે સંતાનો પોતાની પાસે જ રાખ્યાં હતાં. જોકે પત્ની નવા સાસરે જતી રહી એના ચાર જ દિવસમાં બબલુને રાધિકાની યાદ સતાવવા માંડી. તેનું મન બદલાયું અને તેણે પ્રેમી વિકાસની મા ગાયત્રીદેવીને વિનંતી કરી કે રાધિકાને પાછી મોકલી દો. પત્ની બેવફા હોવા છતાં બબલુ તેના વિરહમાં દુખી થઈ ગયેલો. તેની દુખી હાલત જોઈને રાધિકાનાં નવાં સાસરિયાંએ તેને પ્રથમ પતિ પાસે મોકલી આપી. વિકાસની માએ પોતાના દીકરાને સમજાવીને નવી વહુને પાછી પહેલા પતિ બબલુ પાસે મોકલી આપી હતી અને બબલુએ પણ ગામવાળાઓ સામે કસમ ખાઈને રાધિકાને સ્વીકારી લીધી હતી અને વચન આપ્યું કે રાધિકા સાથે ભવિષ્યમાં કોઈ પણ ઘટના બનશે તો એની જવાબદારી પોતાની રહેશે.

