પોલીસે અનાઉન્સમેન્ટ પણ કર્યું કે આ શ્રીનિવાસ રીઢો ગુનેગાર છે અને તેને ૬ મહિના માટે તડીપાર કર્યો છે
અજબગજબ
હિસ્ટરીશીટર શ્રીનિવાસ ઉર્ફે પોહપી
ઉત્તર પ્રદેશમાં ગેરકાયદે પ્રવૃત્તિ કરનારાઓ અને ગુનેગારોને સીધાદોર કરવાનું જાણે અભિયાન ચાલી રહ્યું છે. ગુનેગારો ઊંચાનીચા થાય કે તરત જ પોલીસ સિંઘમ બની જાય છે. હમણાં-હમણાં એન્કાઉન્ટર પણ થયાં છે. મૈનપુરી જિલ્લાના એક હિસ્ટરીશીટર શ્રીનિવાસ ઉર્ફે પોહપીને જિલ્લા કલેક્ટરે તડીપાર કર્યો હતો. તેને જિલ્લાની હદની બહાર મોકલવાનો પોલીસને આદેશ કર્યો હતો. હદ બહારના ગુના આચરનારા શ્રીનિવાસને હદપાર કરાવવા માટે પોલીસ નવો નુસખો અપનાવ્યો હતો. પોલીસે સૌપહેલાં તેના ઘર પાસે જઈને ઢોલ વગડાવ્યો અને તેને પકડીને આખા ગામમાં ફેરવ્યો. પોલીસે અનાઉન્સમેન્ટ પણ કર્યું કે આ શ્રીનિવાસ રીઢો ગુનેગાર છે અને તેને ૬ મહિના માટે તડીપાર કર્યો છે એટલે જિલ્લામાં તે ક્યાંય પણ દેખાશે તો કાર્યવાહી કરસામાં આવશે.