ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક વકીલ ગુનેગારોના કેસ લડતાં-લડતાં પોતે જ ગુનેગાર બની ગયો છે. દોઢ વર્ષમાં ૨૪થી વધુ ચેઇન લૂંટવાની ઘટનામાં ઇન્દિરાપુરમ પોલીસે ચેઇન-સ્નૅચરને પકડ્યો છે.
અજબગજબ
ગાઝિયાબાદમાં એક વકીલ ગુનેગારોના કેસ લડતાં-લડતાં પોતે જ ગુનેગાર બની ગયો
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક વકીલ ગુનેગારોના કેસ લડતાં-લડતાં પોતે જ ગુનેગાર બની ગયો છે. દોઢ વર્ષમાં ૨૪થી વધુ ચેઇન લૂંટવાની ઘટનામાં ઇન્દિરાપુરમ પોલીસે ચેઇન-સ્નૅચરને પકડ્યો છે. તે ચેઇન-સ્નૅચર બલરામ LLB થયેલો છે અને દિલ્હીની શાહદરા કોર્ટમાં પ્રૅક્ટિસ કરતો હતો. તેની પાસે બહુ કેસ નહોતા આવતા એટલે ચેઇન-સ્નૅચર્સને જામીન અપાવતો હતો. એ કેસ લડતી વખતે તેને એવું લાગ્યું કે વકીલાત કરવા કરતાં લૂંટફાટમાં વધારે કમાણી છે. એટલે તેણે વકીલાત છોડીને પોતાની જ ગૅન્ગ બનાવી. ગૅન્ગમાં બલરામે ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવતા શશીને સામેલ કર્યો અને દોઢ વર્ષથી બન્ને દિલ્હી-એનસીઆરમાં સ્નૅચિંગ કરતા હતા. એમાં સૌથી વધુ ઇન્દિરાપુરમમાં ચેઇન ખેંચવામાં આવી હતી. બલરામને પોલીસે પકડ્યો હોવાની ખબર પડી એટલે દિલ્હીના ઘણા વકીલો પોલીસ-સ્ટેશન ગયા હતા અને તેને છોડી દેવા રજૂઆત કરી હતી, પણ પોલીસે CCTV કૅમેરાનાં ફુટેજ બતાવ્યાં એટલે બધા વકીલો પાછા જતા રહ્યા હતા. પોલીસના કહેવા પ્રમાણે પરિણીત બલરામને ગર્લફ્રેન્ડ પણ છે. બલરામ તેને લૂંટેલા રૂપિયામાંથી મોંઘી ગિફ્ટ આપતો હતો.