ઉત્તર પ્રદેશના કન્નોજ જિલ્લામાં અરેરાટી ફેલાઈ જાય એવી ઘટના બની છે. ત્યાંના માધોનગરમાં મેળો ભરાયો હતો. અનુરાધા નામની યુવતી બહેનપણીઓ સાથે મેળામાં ગઈ હતી. મેળાની મજા માણતાં-માણતાં અનુરાધા ચકડોળમાં બેઠી
અજબગજબ
અનુરાધા
ઉત્તર પ્રદેશના કન્નોજ જિલ્લામાં અરેરાટી ફેલાઈ જાય એવી ઘટના બની છે. ત્યાંના માધોનગરમાં મેળો ભરાયો હતો. અનુરાધા નામની યુવતી બહેનપણીઓ સાથે મેળામાં ગઈ હતી. મેળાની મજા માણતાં-માણતાં અનુરાધા ચકડોળમાં બેઠી. ચકડોળ ફરવા માંડ્યું અને થોડી વારમાં જ તેના વાળ ઉપરના લોખંડના ઍન્ગલમાં ફસાઈ ગયા. તે ચીસો પાડીને ચકડોળ રોકવા કહેતી હતી, પણ એ રોકાય ત્યાં સુધીમાં તો તેના વાળ વધુ ગુંચવાઈ ગયા અને માથા પરથી ઊખડી ગયા. માંડ-માંડ ચકડોળ રોક્યું પણ અનુરાધા બેભાન થઈ ગઈ હતી. તેને તાત્કાલિક સ્થાનિક મેડિકલ કૉલેજ લઈ જવાઈ હતી, પણ સ્થિતિ ગંભીર હોવાથી લખનઉ પીજીઆઇમાં ખસેડવી પડી હતી. ત્યાંના ડૉક્ટરોએ કહ્યું કે તેની સ્થિતિ ગંભીર છે અને માથાની સારવાર જટિલ થઈ શકે છે.