એક ટ્વિટર-યુઝરે આ પડકારને કાંઈક વધારે જ સિરિયસલી લઈને પૂનમ પાંડેની ઊંચાઈનો અંદાજ લગાવવા ત્રિકોણમિતિનો ઉપયોગ કર્યો હતો
મહિલાની ઊંચાઈનું માપ કાઢવા ત્રિકોણમિતિનો ઉપયોગ?
એક સામાન્ય સમજ છે કે સ્કૂલમાં ભણેલું જીવનમાં ભાગ્યે જ કે ક્યારેય કામ નથી આવતું અને એમાં પણ ગણિતના વિષયમાં તો આ વાત ૧૦૦ ટકા સાચી હોવાનો દાવો કરનાર અનેક લોકો મળી આવશે. તાજેતરમાં ટ્વિટર-યુઝર પૂનમ પાંડેએ તેનો ફોટો માઇક્રો-બ્લૉગિંગ સાઇટ પર અપલોડ કરી એની ઊંચાઈનો અંદાજ મૂકવાનો કોયડો મૂક્યો. પછી તો ટ્વિટર પર બધા કામ પર લાગી ગયા. એક ટ્વિટર-યુઝરે આ પડકારને કાંઈક વધારે જ સિરિયસલી લઈને પૂનમ પાંડેની ઊંચાઈનો અંદાજ લગાવવા ત્રિકોણમિતિનો ઉપયોગ કર્યો હતો. પૂનમ પાંડેએ કરેલી ટ્વીટના કમેન્ટ-બૉક્સમાં બધાએ પોતાના અંદાજ મુજબની હાઇટ લખી, જેમાં આ ત્રિકોણમિતિવાળા મહાશય પણ સામેલ હતા. તેમનો અંદાજ ખોટો હતો, પરંતુ તેમના પ્રયાસને પૂનમ પાંડેએ બિરદાવ્યો હતો.