બાર્ક ઍર નામની આ ઍરલાઇન્સમાં વીઆઇપી ડૉગ્સની દરેક જરૂરિયાતને ધ્યાનમાં રાખવામાં આવી છે.
અજબ ગજબ
ડૉગ્સ માટેની ઍરલાઇન
ડૉગી માટે અલગ રેસ્ટોરાં કે સ્પા હોઈ શકે તો પછી ઍરલાઇન કેમ ન હોઈ શકે? ન્યુ યૉર્કમાં મંગળવારે ડૉગ્સ માટેની અલાયદી ઍરલાઇન લૉન્ચ કરવામાં આવી છે. બાર્ક ઍર નામની આ ઍરલાઇન્સમાં વીઆઇપી ડૉગ્સની દરેક જરૂરિયાતને ધ્યાનમાં રાખવામાં આવી છે.
ન્યુ યૉર્કના રિપબ્લિકા ઍરપૉર્ટ પર ઍરલાઇનની પ્રથમ ફ્લાઇટ માટે સંખ્યાબંધ ડૉગી પોતાના ઓનર સાથે આવ્યા હતા. હાલ બાર્ક ઍર દ્વારા ન્યુ યૉર્કથી લૉસ ઍન્જલસ અને લંડન ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે.