અમેરિકાના વોલથેમ શહેરમાં આવેલી બોસ્ટન ડાયનેમિક્સ નામની કંપનીએ ઍટલસ નામનો ૬ ફુટની ઊંચાઈવાળો રોબો બનાવ્યો છે,
Offbeat News
દોડતો-કૂદતો રોબો
જો તમે કન્સ્ટ્રક્શન-વર્કર છો તો તમારી નોકરી ખતરામાં છે. તમે કરો છે એવાં તમામ કામ બે પગનો આ રોબો કરી શકે છે. અમેરિકાના વોલથેમ શહેરમાં આવેલી બોસ્ટન ડાયનેમિક્સ નામની કંપનીએ ઍટલસ નામનો ૬ ફુટની ઊંચાઈવાળો રોબો બનાવ્યો છે, જે કન્સ્ટ્રક્શનના કામમાં મદદ કરે છે. આ રોબો દોડી અને કૂદકા મારી શકે છે, પરંતુ વિડિયો-ફુટેજમાં દેખાડ્યા મુજબ આ રોબો વસ્તુને ઊંચકી પણ શકે છે. આમ એ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સાઇટ માટે આદર્શ કામદાર છે. ઍટલસ લાકડાં ઊંચકે છે અને જો કોઈ કારીગર ટૂલ-બૅગ ભૂલી ગયો હોય તો એ તેને આપે પણ છે. એક યુઝરે કહ્યું કે રોબો જે રીતે ચાલે છે એ જોવાનું સારું લાગે છે. રોબોને હાથમાં માત્ર બે જ આંગળી છે જેની મદદથી તે વસ્તુને પકડે છે. ટૂલ-બૅગ કારીગરને આપીને તેની મદદ કરે છે અને ત્યાર બાદ ફ્લિપ પણ કરે છે. એક સામાન્ય માણસ કરે એવી તમામ પ્રવૃત્તિઓ એ રોબો કરે છે. ૨૦૧૩માં જ્યારે આ રોબોની શોધ થઈ હતી ત્યારથી એનામાં ઘણો સુધારો જોવા મળ્યો છે. અગાઉના વિડિયોમાં એ માણસ જેવી જ પ્રવૃત્તિ કરતો હતો, પરંતુ નવા વિડિયોમાં એ ઘણાં બધાં કામ કરે છે. અગાઉ એક કંપની ચાર પગવાળો રોબોટિક ડૉગ લાવી હતી, જેની વેચાણકિંમત ૨૦૨૦માં ૭૫,૦૦૦ ડૉલર (અંદાજે ૬૦ લાખ રૂપિયા) હતી.