અમેરિકાના લાસ વેગસમાં પોતાના ઘરની અંદર રહીને ૨૪ કલાકથી ઓછા સમયમાં સીન ગ્રીસલી નામના ભાઈએ વિચિત્ર રેકૉર્ડ બનાવ્યો છે. તેમણે ૮૮૪૮.૮૬ મીટર ઊંચું ચડાણ માત્ર બાવીસ કલાક, ૫૭ મિનિટ અને બે સેકન્ડમાં પૂરું કર્યાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ નોંધાયો છે.
અજબગજબ
સીન ગ્રીસલી
અમેરિકાના લાસ વેગસમાં પોતાના ઘરની અંદર રહીને ૨૪ કલાકથી ઓછા સમયમાં સીન ગ્રીસલી નામના ભાઈએ વિચિત્ર રેકૉર્ડ બનાવ્યો છે. તેમણે ૮૮૪૮.૮૬ મીટર ઊંચું ચડાણ માત્ર બાવીસ કલાક, ૫૭ મિનિટ અને બે સેકન્ડમાં પૂરું કર્યાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ નોંધાયો છે. આ ઊંચાઈ એવરેસ્ટ પર્વત બરાબર છે. સીને ઘરની બહાર એક ડગલું પણ મૂક્યું નહોતું, પણ પોતાના જ ઘરની સીડીઓ ચડી-ઊતરીને લગભગ એવરેસ્ટ પર્વતની બરાબરી થાય એટલું ચડાણ દાદરા ચડીને કવર કર્યું હતું. અલબત્ત, આ પ્રયોગ તેણે કોરોનાના લૉકડાઉન દરમ્યાન કર્યો હતો અને એ પ્રયોગ યુટ્યુબ પર લાઇવ દેખાડવામાં આવ્યો હતો. એ વખતે તેણે આ યુટ્યુબ લાઇવ દ્વારા કેટલુંક ભંડોળ એકત્ર કર્યું હતું જે અમેરિકન ફાઉન્ડેશન ફૉર સુસાઇડ પ્રિવેન્શનને આપવામાં આવ્યું હતું. એવરેસ્ટ જેટલું ચડાણ સાબિત કરવા માટે તેણે કેટલાક આકરા નિયમ પાળ્યા હતા અને એ બધું કન્સીડર કરતાં આ પ્રયોગને રેકૉર્ડ તરીકે માન્યતા મળી હતી.