અમેરિકાના બૅડફૉર્ડ, ઓહાયોમાં રવિવારે એક ઘર પાસે પાર્ક કરેલી નિસાન કાર ગુમ થઈ ગઈ હતી અને ૮ વર્ષની છોકરી પણ નહોતી. તપાસ કરતાં ખબર પડી કે ૮ વર્ષની એ છોકરી મમ્મીની કાર લઈને ફરવા ઊપડી ગઈ હતી.
અજબગજબ
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)
છોકરાંઓ તોફાન નહીં કરે તો કોણ કરશે એવું આપણે કહેતા હોઈએ છીએ, પણ ક્યારેક છોકરાંઓનાં તોફાન શ્વાસ અધ્ધર કરી દેતાં હોય છે. અમેરિકાના બૅડફૉર્ડ, ઓહાયોમાં રવિવારે એક ઘર પાસે પાર્ક કરેલી નિસાન કાર ગુમ થઈ ગઈ હતી અને ૮ વર્ષની છોકરી પણ નહોતી. તપાસ કરતાં ખબર પડી કે ૮ વર્ષની એ છોકરી મમ્મીની કાર લઈને ફરવા ઊપડી ગઈ હતી. કેટલાક લોકોએ તેને રોડ પર કાર ચલાવતી જોઈ એટલે પોલીસને જાણ કરી હતી. પોલીસે શોધખોળ કરી ત્યારે એ છોકરી ઘરથી ૨૦ કિલોમીટર દૂર મૉલમાંથી મળી હતી. પોલીસ પહોંચી ત્યારે છોકરી ખરીદી કરતી હતી. આખી ઘટનામાં પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ કે ૮ વર્ષની છોકરીએ કાર કેવી રીતે ચલાવી.