તેણે પોતાનું બિલ સ્ટેટમેન્ટ પણ મૂક્યું છે તેમ જ કહ્યું કે ફિશ રાખવા બદલ મારી પાસે પાળતુ પ્રાણીઓ રાખવાનું ભાડું પણ લેવામાં આવે છે.
Offbeat News
મકાનમાલિકે ગોલ્ડફિશ રાખવા બદલ ભાડૂત પાસેથી લીધા એક્સ્ટ્રા ૧૬,૦૦૦ રૂપિયા
અમેરિકાની એક વિડિયો-બ્લૉગર નિકે કરેલા દાવા મુજબ મકાનમાલિકે તેની પાસેથી ગોલ્ડફિશ રાખવા માટે ૧૬,૦૦૦ રૂપિયા એક્સ્ટ્રા ચાર્જ લીધો હોવાનો દાવો કર્યો છે. તેનો આ વિડિયો ઘણો વાઇરલ થયો છે, જેમાં તે કહે છે કે મારા મકાનમાલિકે ઘરમાં ગોલ્ડફિશ રાખવા બદલ મહિને વધારાના ૨૦૦ ડૉલર (અંદાજે ૧૬,૦૦૦ રૂપિયા) અને ૧૫ ડૉલર (અંદાજે ૧૨૦૦ રૂપિયા) માસિક રેન્ટ રેટ વસૂલે છે. તેણે પોતાનું બિલ સ્ટેટમેન્ટ પણ મૂક્યું છે તેમ જ કહ્યું કે ફિશ રાખવા બદલ મારી પાસે પાળતુ પ્રાણીઓ રાખવાનું ભાડું પણ લેવામાં આવે છે. ફિશ કોઈ આક્રમક પ્રજાતિ નથી. નિકની જેમ આ વાત સાંભળીને ઘણા બધાને આશ્ચર્ય થયું છે. ઘણા લોકોએ મકાનમાલિકને લાલચુ ગણાવ્યો હતો. એક યુઝરે લખ્યું કે ફિશ રાખવા માટે મકાનમાલિક પાસે પરમિશન લેવાની જરૂર નથી. જોકે આવા અનુભવ ઘણા અન્ય ભાડાના ઘરમાં રહેતા લોકોને થયા હતા. બીજા યુઝરે કહ્યું કે મારી પાસે પણ ૧૫૦ ડૉલર (અંદાજે ૧૨,૦૦૦ રૂપિયા) લેવામાં આવ્યા છે, જ્યારે હું નવા મકાનમાં રહેવા ગઈ હતી. ત્રીજા યુઝરે કહ્યું કે મારા ઘરમાં એક જિંગા માછલી માટેની ટૅન્ક હતી. મારી પાસે પણ એ માટે રૂપિયા માગવામાં આવ્યા ત્યારે મેં કહ્યું કે આ ખાવા માટે છે એ પછી રૂપિયા ન લીધા. ચોથા યુઝરે કહ્યું કે ફિશ ટૅન્ક તૂટી જઈને નુકસાન પહોંચાડે એવી શક્યતા હોવાથી આવી ફી લેવામાં આવે એ યોગ્ય છે.