અનામિકાએ જમીનથી ૧૩,૦૦૦ ફુટની ઊંચાઈએથી એક પ્લેનમાંથી કૂદકો માર્યો હતો. તેણે શ્રીરામમંદિરનો ધ્વજ લહેરાવ્યો એ પછી ૪૦૦૦ ફુટની ઊંચાઈએ પૅરૅશૂટ ખોલીને સક્સેસફુલી લૅન્ડિંગ કર્યું હતું
Offbeat
પ્રયાગરાજની અનામિકા શર્મા
સમગ્ર દેશમાં અત્યારે શ્રીરામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહ પહેલાં રામભક્તિનો માહોલ છે ત્યારે પ્રયાગરાજની અનામિકા શર્માએ ૧૩,૦૦૦ ફુટની ઊંચાઈએથી શ્રીરામમંદિરનો ધ્વજ લહેરાવીને ઇતિહાસ રચ્યો છે. તેણે બૅન્ગકૉકમાં સ્કાય-ડાઇવિંગ દરમ્યાન આ અચીવમેન્ટ મેળવી હતી. અનામિકા ૨૨ વર્ષની છે. તે અને તેના પિતા અજય શર્મા ભગવાન શ્રીરામનાં ભક્ત છે.
અનામિકાએ જમીનથી ૧૩,૦૦૦ ફુટની ઊંચાઈએથી એક પ્લેનમાંથી કૂદકો માર્યો હતો. તેણે શ્રીરામમંદિરનો ધ્વજ લહેરાવ્યો એ પછી ૪૦૦૦ ફુટની ઊંચાઈએ પૅરૅશૂટ ખોલીને સક્સેસફુલી લૅન્ડિંગ કર્યું હતું. અનામિકા ૨૦ વર્ષની ઉંમરે સ્કાય ડાઇવિંગ લાઇસન્સ મેળવનારી ભારતની સૌથી નાની ઉંમરની લાઇસન્સ હોલ્ડર સ્કાય ડાઇવર છે. અનામિકા બૅન્ગલોરની બીએસએમઆઇટીથી બીટેક કરી રહી છે. તેણે માત્ર ૧૦ વર્ષની ઉંમરે પહેલી વખત સ્કાય-ડાઇવિંગ કર્યું હતું અને અત્યાર સુધી ૩૦૦ સ્કાય-ડાઇવ કરનારી દુનિયાની સૌથી નાની ઉંમરની મહિલા છે.