Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ભિખારી સાથે નહીં પણ પતિના ત્રાસથી કંટાળીને ઘરેથી ભાગી હતી છ બાળકોની મમ્મી

ભિખારી સાથે નહીં પણ પતિના ત્રાસથી કંટાળીને ઘરેથી ભાગી હતી છ બાળકોની મમ્મી

Published : 09 January, 2025 10:54 AM | IST | Lucknow
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ મહિલા ખુદ પોલીસ-સ્ટેશનમાં પહોંચી હતી અને જણાવ્યું હતું

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

અજબગજબ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


ઉત્તર પ્રદેશમાં હરદોઈ જિલ્લામાં ૩૬ વર્ષની રાજેશ્વરી છ બાળકો અને પતિને છોડીને એક ભિખારી સાથે નાસી ગઈ હોવાના અહેવાલ બાદ આ મહિલા ખુદ પોલીસ-સ્ટેશનમાં પહોંચી હતી અને જણાવ્યું હતું કે હું કોઈ ભિખારી સાથે ભાગી નહોતી, મારા પતિના ત્રાસથી ઘરેથી બીજા શહેરમાં ગઈ હતી.


રાજેશ્વરીના પતિ રાજુએ હરપાલપુર પોલીસ-સ્ટેશનમાં નન્હે પંડિત નામના ભિખારી સામે ફરિયાદ કરી હતી. તેણે જણાવ્યું હતું કે આ ભિખારી તેની પત્નીને ભગાવી ગયો છે. નન્હે પંડિત સામે અપહરણની ફરિયાદ નોંધાઈ હતી.



જોકે હવે આ કેસમાં પોલીસે કહ્યું હતું કે આ આરોપ પાયાવિહોણો અને ખોટો છે, હવે અમે આ કેસમાં વધુ પગલાં લઈ રહ્યાં છીએ.


રાજેશ્વરીએ પોલીસને જણાવ્યું હતું કે તેનો પતિ તેને વારંવાર પ્રતાડિત કરતો હતો અને મારતો હતો એટલે તેના ત્રાસથી કંટાળીને તે ફરુખાબાદમાં આવેલા તેમના સગાના ઘરે જતી રહી હતી.


Whatsapp-channel Whatsapp-channel

09 January, 2025 10:54 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK