ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લામાં કન્યાપક્ષે જાનૈયાઓનું સ્વાગત પાન પરાગથી નહોતું કર્યું, પણ ૨૦ લાખ રૂપિયાની ચલણી નોટો ઉડાડીને તેમને વિદાય આપી હતી.
અજબ ગજબ
૨૦ લાખ રૂપિયાની નોટો ઉડાડીને જાનૈયાઓને વિદાય આપી
‘બારાતિયોં કા સ્વાગત પાનપરાગ સે કિજિએ’ એવી એક જાહેરાત વર્ષો પહેલાં ટીવીમાં આવતી હતી. ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લામાં કન્યાપક્ષે જાનૈયાઓનું સ્વાગત પાન પરાગથી નહોતું કર્યું, પણ ૨૦ લાખ રૂપિયાની ચલણી નોટો ઉડાડીને તેમને વિદાય આપી હતી. દેવલહવા ગામમાં અરમાન અને અફઝલના નિકાહ થયા પછી જાન પાછી જતી હતી ત્યારે કન્યાપક્ષના લોકોએ ઘરની છત પરથી, અગાશી પરથી અને બુલડોઝર પર ચડીને ૧૦૦, ૨૦૦ અને ૫૦૦ રૂપિયાની ચલણી નોટો ઉડાડી હતી. આટલીબધી નોટ ઊડતી જોઈને લોકો થોડી વાર માટે તો ચકિત થઈ ગયા હતા પણ પછી એ નોટો લેવા માટે પડાપડી અને ઝપાઝપી કરી હતી.