મામલો ઉત્તર પ્રદેશના સહારનપુરનો છે
અજબગજબ
પ્રતીકાત્મક તસવીર
વાત સાચી છે કે નહીં એની ખબર નથી, પણ સોશ્યલ મીડિયા પર ગઈ કાલે આ કિસ્સાની ખાસ્સી ચર્ચા હતી. મામલો ઉત્તર પ્રદેશના સહારનપુરનો છે. વાત એક સુહાગરાતની છે. હાલમાં જ સહારનપુરના એક યુવકનાં લગ્ન પંજાબના લુધિયાણાની યુવતી સાથે થયાં છે. સુહાગરાતના દિવસે બંધ કમરામાં દુલ્હો જ્યારે ઘૂંઘટ તાણેલી દુલ્હનની નજીક પહોંચ્યો ત્યારે દુલ્હને મુંહદિખાઈ માટે જે ડિમાન્ડ મૂકી એ સાંભળીને દુલ્હો સ્તબ્ધ થઈ ગયો. દુલ્હને મુંહદિખાઈ માટે દુલ્હા પાસે બિઅરની માગણી કરી. એ સાંભળીને દુલ્હાને બહુ આંચકો ન લાગ્યો અને તેણે કહ્યું કે ઘરમાં બિઅર નથી પણ લઈ આવું છું. તે બહાર જવા દરવાજા તરફ વળ્યો ત્યાં દુલ્હન તરફથી બીજો બૉમ્બ ઝીંકાયો, તે બોલી કે સાથે ગાંજો અને મટન પણ લેતા આવજો. દુલ્હનની ગાંજાની ડિમાન્ડ સાંભળીને દુલ્હાના પગ તળેથી ધરતી ખસી ગઈ. તેણે આખી વાત પોતાના પરિવારજનોને કરી અને આખરે એ વાત પોલીસ-સ્ટેશન સુધી પહોંચી.