ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાની પોલીસને કેવો કાળ ચડ્યો હશે. હાથરસ જિલ્લો બન્યાને ૨૭ વર્ષ થઈ ગયાં છે તો પણ અહીં જેલ બનાવાઈ નથી એટલે હાથરસની કોર્ટમાં મુદત હોય
અજબગજબ
ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાની પોલીસ
ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાની પોલીસને કેવો કાળ ચડ્યો હશે. હાથરસ જિલ્લો બન્યાને ૨૭ વર્ષ થઈ ગયાં છે તો પણ અહીં જેલ બનાવાઈ નથી એટલે હાથરસની કોર્ટમાં મુદત હોય ત્યારે કેદીઓને ૧૦૦ કિલોમીટર દૂરની અલીગઢ જેલમાંથી હાથરસ લાવવા પડે છે. ગઈ કાલે પણ આવી જ રીતે વૅનમાં કેદીઓ ભરીને પોલીસ અલીગઢથી હાથરસ આવતી હતી અને એકાએક વૅન બંધ પડી ગઈ. બહુ પ્રયત્ન કર્યા પણ ચાલુ ન થઈ. વૅનમાં કેદીઓ બેઠા હતા એટલે એ લોકો ભાગી ન જાય એની ચિંતા પણ પોલીસને સતાવતી હતી એથી વધારાની પોલીસ બોલાવી. એ પોલીસે પણ અનેક પ્રયાસ કર્યા, પણ વૅન ચાલુ જ ન થઈ. હવે શું કરવું એની મૂંઝવણ ઊભી થઈ. છેવટે કેદીઓને વૅનમાં જ બેસાડી રાખીને ધક્કો મારવાનું નક્કી કર્યું. કેદીઓ ભરેલી વૅનને ખાખી વર્દી પહેરેલા પોલીસ-કર્મચારીઓ ધક્કા મારીને કોર્ટ સુધી લાવ્યા. જોકે એ પછી વૅન ચાલુ થઈ ગઈ.