Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પેટના દુખાવાથી કંટાળીને યુવકે યુટ્યુબ જોઈને જાતે જ સર્જરી કરી નાખી

પેટના દુખાવાથી કંટાળીને યુવકે યુટ્યુબ જોઈને જાતે જ સર્જરી કરી નાખી

Published : 27 March, 2025 08:59 AM | Modified : 28 March, 2025 11:04 AM | IST | Lucknow
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડૉક્ટરોએ ના પાડી તો ફરી યુટ્યુબ પરથી જ સર્જરી કરતાં પણ શીખી લીધું અને પેટ કાપી નાખ્યું. જોકે એનાથી પીડા ઘટવાને બદલે વધી જતાં પરિવારજનોએ તેને હૉસ્પિટલભેગો કરવો પડ્યો.

૩૨ વર્ષનો રાજાબાબુ નામનો યુવક

અજબગજબ

૩૨ વર્ષનો રાજાબાબુ નામનો યુવક


હેલ્થ-એક્સપર્ટ્સ ગાઈવગાડીને કહે છે કે ઇન્ટરનેટ પર ફરતા નુસખાઓ કે માહિતી જોઈને જાતે દવાઓ ન લેવી જોઈએ. જોકે ઉત્તર પ્રદેશનો એક યુવક તો એનાથીયે ચાર ચાસણી ચડે એવો નીકળ્યો. આ ભાઈએ યુટ્યુબ જોઈને નક્કી કરી લીધું કે તેને સર્જરીની જરૂર છે. ડૉક્ટરોએ ના પાડી તો ફરી યુટ્યુબ પરથી જ સર્જરી કરતાં પણ શીખી લીધું અને પેટ કાપી નાખ્યું. જોકે એનાથી પીડા ઘટવાને બદલે વધી જતાં પરિવારજનોએ તેને હૉસ્પિટલભેગો કરવો પડ્યો.


‍વૃંદાવન પાસેના સુનરખ ગામમાં રહેતો ૩૨ વર્ષનો રાજાબાબુ નામનો યુવક વારંવાર થતા પેટના દુખાવાથી કંટાળી ગયો હતો. દવાઓ કરીને કંટાળેલા રાજાબાબુએ યુટ્યુબ ફંફોસ્યું તો તેને પેઇન ઘટાડવા માટેની યુનિક ટેક્નિક જાણવા મળી. એ માટે તેને સર્જરી કરવી પડે એમ હતી એટલે તે સર્જિકલ બ્લેડ, ટાંકા લેવાનો કૉર્ડ, નીડલ્સ, ઍનેસ્થેસિયા માટેની દવા એમ સર્જરી માટે જરૂરી બધું જ મેડિકલ સ્ટોરમાંથી ખરીદીને ઘરે લઈ આવ્યો. જે ભાગ પર કાપો મૂકવાનો હતો ત્યાં ઍનેસ્થેસિયાનું ઇન્જેક્શન મારીને તેણે જાતે જ સૂતાં-સૂતાં સર્જરી પણ કરી. પેટ ખોલ્યા પછી અંદર શું કરવું એ ન સમજાતાં તેણે જાતે જ ટાંકા પણ લઈ લીધા. જોકે એ પછી ઍનેસ્થેસિયાની અસર ઊતરતાં જ તે અસહ્ય પીડાથી કરાંજવા લાગ્યો. સેલ્ફ-સર્જરીના બીજા દિવસે દરદ ખૂબ જ વધી જતાં તેના પરિવારજનો ઇમર્જન્સીમાં વૃંદાવનની એક હૉસ્પિટલમાં લઈ આવ્યા. ડૉક્ટરોએ દરદીએ જાતે જે વાઢકાપ કરેલી એ જગ્યા જોઈને જરૂરી મરમ્મત કરી હતી. ડૉક્ટરોનું કહેવું હતું કે નસીબજોગે તેણે પેટની ઉપરના લેયરની ચામડી જ કાપી હતી, અંદરના અવયવોમાં વાઢકાપ નહોતી કરી એટલે વધુ નુકસાન નથી થયું.



લગભગ ચારેક દિવસ ક્રિટિકલ કન્ડિશનમાં રહ્યા પછી હવે રાજાબાબુની તબિયત સુધારા પર છે.


Whatsapp-channel Whatsapp-channel

28 March, 2025 11:04 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK