આજના યુગમાં પણ સરકારી નોકરીને સ્થાયી અને પ્રતિષ્ઠિત ગણવામાં આવે છે એનો દાખલો ઉત્તર પ્રદેશમાંથી મળ્યો છે. ફરુખાબાદ જિલ્લાના કમાલગંજ ગામની યુવતીનાં લગ્ન છત્તીસગઢના બલરામપુરમાં રહેતા
અજબગજબ
પ્રતીકાત્મક તસવીર
આજના યુગમાં પણ સરકારી નોકરીને સ્થાયી અને પ્રતિષ્ઠિત ગણવામાં આવે છે એનો દાખલો ઉત્તર પ્રદેશમાંથી મળ્યો છે. ફરુખાબાદ જિલ્લાના કમાલગંજ ગામની યુવતીનાં લગ્ન છત્તીસગઢના બલરામપુરમાં રહેતા એન્જિનિયર યુવક સાથે નક્કી થયાં હતાં, કારણ કે એ વખતે યુવકને સરકારી નોકરી છે એવું છોકરાવાળાએ કહ્યું હતું. એ પછી સગાઈ થઈ. લગ્નનો દિવસ આવી ગયો, વાજતેગાજતે જાન માંડવે પહોંચી ગઈ. વરને પોંખવા ટાણે બન્નેએ એકબીજાને હાર પહેરાવ્યા. વર-કન્યા બન્ને માંડવે આવ્યાં અને ગોરમહારાજે ફેરા ફરવાનું કહ્યું ત્યારે યુવતીને ખબર પડી કે યુવક એન્જિનિયરની નોકરી કરે છે પણ એ નોકરી સરકારી નહીં, પ્રાઇવેટ છે. બસ, યુવતી માંડવામાંથી ઊઠી ગઈ. તેણે કહ્યું કે લગ્ન નક્કી થયાં ત્યારે સરકારી નોકરી છે એવી વાત થઈ હતી. હું પ્રાઇવેટ નોકરી કરનારા સાથે લગ્ન નહીં કરું એવું કહી લગ્ન કરવાની યુવતીએ ના પાડી દીધી. છોકરાના પિતાએ કહ્યું કે દીકરાનો પગાર ૧.૨૦ લાખ રૂપિયા છે. યુવાને સૅલેરી-સ્લિપ પણ બતાવી છતાં યુવતી ધરાર ન માની. મોડી રાત સુધી બન્ને પક્ષે સમજાવટનો દોર ચાલ્યો, પણ બધું નિષ્ફળ ગયું. છેવટે લગ્ન રદ કરવાં પડ્યાં.